દિલ્હીના મુંડકામાં ભીષણ આગ, બિલ્ડીંગમાં 27 લોકો જીવતા સળગી ગયા, જુવો અગ્નિકાંડની તસ્વીરો

 • દિલ્હીની મુંડકા બિલ્ડીંગમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આગમાં 27 લોકોના મોત થયા હતા. તમામ મૃતદેહો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર અતુલ ગર્ગે જણાવ્યું કે હજુ પણ 30 થી 40 લોકો બિલ્ડીંગમાં ફસાયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે બચાવ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. અમે બચાવ કાર્ય માટે 100 કર્મચારીઓની ટીમ તૈનાત કરી છે. હાલ ફાયર વિભાગની ટીમ બિલ્ડિંગના ત્રીજા માળે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની 24 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
 • બિલ્ડિંગમાં ફસાયેલા 9 ઘાયલોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંડકા વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
 • કંપની માલિક કસ્ટડીમાં
 • કંપનીના માલિકો હરીશ ગોયલ અને વરુણ ગોયલને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
 • મૃતકના પરિવારજનોને રૂ.2 લાખ
 • આગમાં માર્યા ગયેલા લોકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF)માંથી દરેકને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
 • આજે સાંજે 4.45 કલાકે ઓફિસમાં આગ લાગવાની ઘટના અંગે પોલીસ સ્ટેશન મુંડકા ખાતે પીસીઆર કોલ આવ્યો હતો.કોલની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ બિલ્ડિંગની બારીઓ તોડીને લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા.
 • દિલ્હી ફાયર બ્રિગેડ સર્વિસના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ જણાવ્યું કે કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડીંગ પરથી કૂદકો માર્યો, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એક ફાયર કર્મીએ જણાવ્યું કે અમે લગભગ 300-350 લોકોને બહાર કાઢ્યા છે.
 • પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ઇમારત ત્રણ માળની છે અને તે કોમર્શિયલ બિલ્ડિંગ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કંપનીઓને ઓફિસની જગ્યા પૂરી પાડવા માટે થાય છે. આગની ઘટના બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી.
 • જ્યારે આગ લાગી ત્યારે 150 થી વધુ લોકો અંદર કામ કરી રહ્યા હતા. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો તરત જ બહાર દોડી આવ્યા. આગ એટલી પ્રચંડ હતી કે ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હતા. પહેલા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થળ પર કામ કરી રહેલા મજૂરોના સંબંધીઓનું કહેવું છે કે હજુ સુધી કોઈના વિશે કોઈ માહિતી મળી નથી. ફાયર બ્રિગેડનું કહેવું છે કે ત્રીજા માળે શોધખોળ ચાલુ છે.
 • ઉનાળાની ઋતુમાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. પરંતુ આ આગ કયા કારણોસર લાગી, કારણ શું હતું તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકો પહોંચ્યા અને પહેલા રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું.
 • ફાયર વર્કરે કહ્યું કે ધુમાડાના કારણે સૌથી વધુ પરેશાન લોકો થયા છે. આ ઉપરાંત રેસ્ક્યુમાં ધુમાડાના કારણે ફાયર કર્મીઓને પણ સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
 • આગ બાદ રાહત અને બચાવ કાર્ય તેની ગરમીના કારણે સતત અવરોધાઈ રહ્યું છે. આગની જ્વાળા એટલી ખતરનાક છે કે ફાયર ફાઈટરને બચાવમાં મુશ્કેલી પડી રહી છે.
 • રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
 • પીએમ નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમે ટ્વીટમાં લખ્યું, દિલ્હીમાં ભીષણ આગને કારણે લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.

Post a Comment

0 Comments