ઈન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યાના છે 10 મિલિયન ફોલોઅર્સ, પરંતુ તે પોતે ફક્ત 1 વ્યક્તિને કરે છે ફોલો, જાણો કોણ છે તે?

  • હિન્દી સિનેમાની સદાબહાર અને સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માંથી તેના પરિવાર સાથે પરત ફરી છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં 17 મેથી 75મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો છે આ ફેસ્ટિવલ 28 મે સુધી ચાલશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભાગ લીધા બાદ ઐશ્વર્યા હવે ભારત પરત ફરી છે.
  • તાજેતરમાં તે તેના પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે કાન્સમાં હાજરી આપવા માટે ફ્રાન્સ ગઈ હતી. આ વખતે પણ બોલિવૂડ એક્ટ્રેસે પોતાનો અલગ અંદાજ બતાવીઓ છે. સોશિયલ મીડિયા પર પણ તેની તસવીરો ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
  • ઐશ્વર્યાએ વર્ષ 2002માં પ્રથમ વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ત્યારથી તેણીએ કાન્સમાં 17 વખત હાજરી આપી છે. ઐશ્વર્યા તેના અભિનય અને સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે જ્યારે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય અને ફેમસ છે.
  • ઐશ્વર્યાએ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થોડા વર્ષો પહેલા ખોલ્યું હતું. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર તેને લાખો ફેન્સ ફોલો કરે છે તમને જણાવી દઈએ કે ઈન્સ્ટા પર ઐશ્વર્યાના 10 મિલિયન ફોલોઅર્સ છે. ખાસ વાત એ છે કે તે ઈન્સ્ટા પર માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે અને તે વ્યક્તિ તેના દિલની ખૂબ જ નજીક છે. તેમના માટે ખૂબ જ ખાસ છે.
  • જો તમે ઐશ્વર્યા રાય બચ્ચનનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જુઓ તો તે તેની સુંદર તસવીરોથી ભરેલું છે. અવારનવાર ઐશ્વર્યા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની સુંદર તસવીરો શેર કરે છે જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. ઐશ્વર્યાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી અત્યાર સુધીમાં 282 પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીને એક કરોડથી વધુ લોકો ઈન્સ્ટા પર ફોલો કરે છે પરંતુ તે માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે.

  • તે વ્યક્તિ કોણ છે?
  • તમારા મનમાં આ સવાલ તો ઉઠતો જ હશે કે આખરે એ લકી વ્યક્તિ કોણ છે તો ચાલો તમને જણાવીએ કે બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન જે ઐશ્વર્યા રાયના પતિ પણ છે. ઐશ્વર્યા ઇન્સ્ટા અપર પર માત્ર અભિષેકને ફોલો કરે છે. અભિષેક સિવાય તે તેના સસરા અને 'સદીના મેગાસ્ટાર' અમિતાભ બચ્ચનને પણ ફોલો કરતી નથી.
  • આ સેલેબ્સ ઐશ્વર્યાને ફોલો કરે છે
  • ભલે ઐશ્વર્યા રાય ફક્ત તેના પતિ અભિનેતા અભિષેકને જ ઇન્સ્ટા પર ફોલો કરે છે પરંતુ ઘણા સેલેબ્સ તેને ઇન્સ્ટા પર ફોલો કરે છે. ઇન્સ્ટા પર તેને ફોલો કરનારા સેલેબ્સમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, તાપસી પન્નુ, રણવીર સિંહ, કરણ જોહર, પરિણીતી ચોપરા, કૃતિ સેનન, શ્રદ્ધા કપૂર, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ અને ભૂમિ પેડનકરનો સમાવેશ પણ થાય છે.

Post a Comment

0 Comments