દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેતા જુનિયર એનટીઆરએ સિનેમાની દુનિયામાં મોટું નામ કમાવ્યું છે. જુનિયર એનટીઆર તેલુગુ ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક છે. તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. તેઓ દેશની સાથે-સાથે વિદેશમાં પણ ખૂબ લોકપ્રિય થયા છે.
જુનિયર એનટીઆરનો સિનેમા સાથે સંબંધ બાળપણથી હતો. નોંધનીય છે કે જુનિયર એનટીઆરના દાદા એનટી રામારાવ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આટલું જ નહીં તેમના દાદા પણ તેમના સમયના લોકપ્રિય અભિનેતા હતા. તે જ સમયે એનટીઆરના પરિવારના અન્ય ઘણા સભ્યોએ ફિલ્મી દુનિયામાં કામ કર્યું છે.
જૂનિયર એનટીઆર માટે 20 મે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે તે દર વર્ષે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આજે એટલે કે 20 મેના રોજ જુનિયર NTR 39 વર્ષના થઈ ગયા છે. બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરનાર જુનિયર એનટીઆરનો જન્મ 20 મે 1983ના રોજ હૈદરાબાદમાં થયો હતો.
12 વર્ષની ઉંમરે જુનિયરની ફિલ્મી કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ થઈ. તેણે પહેલી જ ફિલ્મથી ઈતિહાસ રચી દીધો. તેમની પ્રથમ ફિલ્મ 'બાલ રામાયણમ' હતી. આમાં તમામ પાત્રો નાના બાળકો દ્વારા ભજવવામાં આવ્યા હતા. આ ફિલ્મ 14 એપ્રિલ, 1996ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
જુનિયર એનટીઆરએ બાળ કલાકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ 'બાલ રામાયણમ'માં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી હતી. આ પાત્રમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. આ ફિલ્મને ત્યારે શ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.
જુનિયર એનટીઆરના લગ્ન 100 કરોડ રૂપિયામાં થયા હતા
જુનિયર એનટીઆરના અંગત જીવનની વાત કરીએ તો તે પરિણીત છે. તેમની પત્નીનું નામ લક્ષ્મી પ્રણતિ છે. બંનેના લગ્ન 5 મે 2011ના રોજ થયા હતા અને આ કપલે લગ્નના 11 વર્ષ પૂરા કર્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ત્યાર બાદ જુનિયર અને લક્ષ્મીના લગ્નમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા હતા.
જુનિયર એનટીઆર અને લક્ષ્મીના લગ્નની બીજી ખાસ વાત એ છે કે આ કપલના લગ્નમાં જુનિયરના 12,000 ફેન્સ આવ્યા હતા. એટલું જ નહીં બંનેના લગ્નમાં 3000 મહેમાનો આવ્યા હતા જેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા.
18 કરોડનો મંડપ…
હવે જ્યારે આખા લગ્ન 100 કરોડ રૂપિયામાં થયા છે તો મંડપ પણ ખાસ હશે. તમને જણાવી દઈએ કે જુનિયર અને લક્ષ્મીના લગ્નના મંડપ પર 18 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
લક્ષ્મીએ 1 કરોડ રૂપિયાની સાડી પહેરી હતી
હવે વાત કરીએ જુનિયર એનટીઆરની પત્ની લક્ષ્મીના લગ્નમાં પહેરવામાં આવેલી સાડીની. કહેવાય છે કે લક્ષ્મીએ લગ્નમાં જે સાડી પહેરી હતી તેની કિંમત એક કરોડ રૂપિયા હતી. સાથે જ તેણે લાખો રૂપિયાની જ્વેલરી પણ પહેરી હતી.
જુનિયર એનટીઆર અને લક્ષ્મી વચ્ચે ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. લગ્ન સમયે જુનિયરની ઉંમર 28 વર્ષની હતી ત્યારે લક્ષ્મી લગભગ 18 વર્ષની હતી. લગ્ન બાદ બંને બે બાળકોના માતા-પિતા બન્યા હતા. બંનેના બાળકોના નામ નંદમુરી અભય રામ અને નંદમુરી ભાર્ગવ રામ છે.
જુનિયરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં તે રામ ચરણ સાથે ફિલ્મ 'RRR'માં જોવા મળ્યો હતો. 550 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 1100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
0 Comments