બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સામે EDની મોટી કાર્યવાહી, આટલા કરોડની સંપત્તિ કરી જપ્ત

  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલ છે કે EDએ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત કેસમાં અભિનેત્રીની 7 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. તાજેતરમાં જ EDએ ચંદ્રશેખરની પાંચ વર્ષ જૂના છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. પહેલા પણ 215 કરોડની વસૂલાતના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ અભિનેત્રીની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તેમાં રૂ. 7.12 કરોડની એફડીનો સમાવેશ થાય છે. ઇડીએ અનુમાન લગાવ્યું છે કે સુકેશે જૈકલીનને ખંડણીના નાણાંમાંથી 5.71 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. ઠગએ અભિનેત્રીના સબંધીઓને લગભગ 1 લાખ 73 હજાર યુએસ ડોલર અને 27 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર આપ્યા હતા.
  • આ પહેલા પણ એજન્સી જેકલીનની પૂછપરછ કરી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ સુકેશ સાથેના તેના કનેક્શનને લઈને EDને ઘણી વિગતો આપી હતી. તેણે કહ્યું હતું કે તે 2017 થી સુકેશના સંપર્કમાં હતી અને સુકેશએ તેને કહ્યું હતું કે તે જયલલિતાના પરિવારમાંથી છે. અભિનેત્રીએ કહ્યું, 'હું ફેબ્રુઆરી 2017થી સુકેશ સાથે વાત કરી રહી છું. ઓગસ્ટ 2020માં તેણે મને કહ્યું કે તે સન ટીવીના માલિક છે અને જયલલિતાના રાજકીય પરિવાર માથી છે.

Post a Comment

0 Comments