હેડ પ્રોટેક્શન સાથે બોલિંગ કરતા જોવા મળ્યા ઋષિ ધવન, જાણો શું છે કારણ

  • IPL 2022 ની 38મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે ખાતે રમાઈ હતી. આ મેચમાં પંજાબનો ઓલરાઉન્ડર ઋષિ ધવન હેડ પ્રોટેક્શન પહેરીને બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આ પછી બધા એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે તેણે આવું કેમ કર્યું. જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હોય તો અહીં તમને જવાબ મળી જશે.

  • વાસ્તવમાં, ચેન્નઈ સામે, ઋષિ ધવને તેના નાક અને કપાળને સુરક્ષિત રાખતા રક્ષણ પહેર્યું હતું કારણ કે તેને રણજી ટ્રોફી મેચ દરમિયાન માથા પર વાગ્યું હતું અને તેને માથામાં ઈજા થઈ હતી. પ્રેક્ટિસ દરમિયાન પણ, તેને નાક પર જ ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં તેણે મેચ દરમિયાન કોઈપણ પ્રકારની ઈજાથી બચવા માટે આ પ્રોટેક્શન પહેર્યું હતું.
  • 5 વર્ષ પછી IPLમાં વાપસી
  • ચેન્નાઈ સામેની આ મેચમાં ઋષિ ધવનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઋષિ ધવન પાંચ વર્ષ બાદ IPLમાં પરત ફર્યો છે. સ્થાનિક ક્રિકેટના સ્ટાર ખેલાડી ઋષિ ધવનને પંજાબ કિંગ્સે મેગા ઓક્શનમાં રૂ. 55 લાખમાં ખરીદ્યો હતો. બોલિંગની સાથે તે નીચલા ક્રમમાં બેટિંગ પણ કરી શકે છે.

Post a Comment

0 Comments