ગુજરાતમાં પણ બુલડોઝર વાળી, ખંભાતમાં તોફાનીઓનાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું ભુપેન્દ્ર સરકારનું બુલડોઝર જુવો

  • આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટના બાદ ઘેરા પડઘા પડ્યા હતા. આ ઘટના બાદ પોલીસે કેસ નોંધી ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, સરકારી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ખંભાતના સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાંનાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એના ભાગરૂપે શક્કરપુરમાં થયેલા ગેરકાયદે દબાણ હટાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે.

  • ખંભાતમાં થયેલી હિંસાના તાર અફઘાનિસ્તાન સુધી જોડાયેલા છે. તપાસ એજન્સીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા. આ ષડયંત્રમાં સામેલ તમામ લોકોએ પાંચ-પાંચ લોકોને બોલાવ્યા હતા. શોભાયાત્રાના આગળના દિવસે તમામ લોકો પહોંચી ગયા હતા. સાથે જ પથ્થર અને અન્ય સામાન ભેગો કરવામાં આવ્યો હતો. મસ્જિદની પાસે જ્યારે શોભાયાત્રા નિકળી ત્યારે જ પથ્થરમારો કરવાનું સૌને સમજાવવામાં આવ્યું હતું. જેના પર અમલ પણ કરવામાં આવ્યો. પહેલા પથ્થરમારો અને બાદમાં આગજની કરવામાં આવી. 

  • આણંદના ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હિંસા ભળકી હતી. હવે ખંભાતમાં જિલ્લા પ્રશાસને હિંસાના આરોપીઓની મિલકત પર બુલડોઝર ચલાવ્યું છે. પ્રશાસને હિંસા સ્થળ પર આવેલી દુકાનોને નષ્ટ કરી દીધી છે. રામ નવમી પર ખંભાતમાં થયેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ પહેલા મધ્યપ્રદેશના ખરગોનમાં પણ પ્રશાસન દ્વારા હિંસાના આરોપીઓ અને પથ્થરબાજોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી હતી.

  • આણંદ જિલ્લાના ખંભાતમાં સંવેદનશીલ શક્કરપુરમાં 10 એપ્રિલના રોજ રવિવારે બપોરે રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર અજાણ્યા ઇસમોએ પથ્થરમારો કર્યો હતો. બાદમાં બંને બાજુએથી સામસામો પથ્થરમારો થતાં અને કેટલાંક તોફાની તત્ત્વોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે દુકાન અને બે ચપ્પલની લારી, એક મકાનમાં આગચંપી, તોડફોડ કરતાં સમગ્ર શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. બનાવને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાંને કાબૂમાં લેવા ટિયરગેસના પાંચ શેલ છોડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવમાં પોલીસ જવાનો સહિત 16 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Post a Comment

0 Comments