કોંગ્રેસ અને હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, ચૂંટણી લડવાનો માર્ગ મોકળો

  • સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા હાર્દિકને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંબંધિત હાઈકોર્ટે સજા પર રોક લગાવવી જોઈતી હતી.
  • તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે 2015ના પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા છે. તે સમયે આંદોલનનું નેતૃત્વ કરી રહેલા અને હાલમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત અનેક આંદોલનકારીઓ સામે રાજ્યના વિવિધ ભાગોમાં અનેક કેસ નોંધાયા હતા.
  • આ નિર્ણય બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, આંદોલનને લગતી તમામ બાબતો ભાજપ સરકારે પાછી ખેંચી લેવી જોઈએ અને પાટીદાર યુવાનોને રાહત આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારીઅધ્યક્ષ હાર્દિક પટેલને વર્ષ 2015ના મહેસાણાના રાયોટિંગ કેસમાં વચગાળાની રાહત આપતા સજા પર સ્ટે આપ્યો છે. સુનાવણી કરતાં જસ્ટિસ એસ અબ્દુલ નાઝીર અને વિક્રમનાથની બેન્ચે જણાવ્યુ કે હાર્દિક પટેલને થયેલી સજા પર ગુજરાત હાઈકોર્ટે જ સ્ટે આપવો જોઈતો હતો. કોર્ટે સિનિયર વકીલ મનીન્દરની દલીલ અને તેમણે રજૂ કરેલા પુરાવા પર ભાર મૂકતા હાર્દિક પટેલને થયેલી સજા પર તેમની અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી વચગાળાનો સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે હાર્દિક પટેલને થયેલી સજા પર હાઈકોર્ટે જ સ્ટે આપવાનો હતો.
  • હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે સુપ્રીમ કોર્ટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. સજા પર સ્ટે લગતા હવે હાર્દિકનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જોકે આ ચુકાદો વચગાળાની રાહત છે. સુપ્રીમ કોર્ટે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર રોક લગાવી છે.

Post a Comment

0 Comments