અમેરિકાની દાદગીરીઃ ભારતનું રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવું અમેરિકાને નથી આવી રહ્યું પસંદ, આપી આ ચેતવણી

  • રુસ-યુક્રેન યુદ્ધે ઘણા દેશોના પરસ્પર સંબંધોને અસર કરી છે. અમેરિકા અને પશ્ચિમી દેશો રશિયા પર એક પછી એક પ્રતિબંધો લગાવી રહ્યા છે સાથે જ અન્ય દેશોને પણ આવું કરવાની અપીલ કરી રહ્યા છે. બીજી તરફ પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ સસ્તા દરે તેલ વેચવાનો નિર્ણય કર્યો છે તેણે ભારતને પણ સસ્તા ભાવે પેટ્રોલ ખરીદવાની ઓફર કરી છે. મોટા પ્રમાણમાં તેલની આયાત કરતા ભારતે રશિયાની ઓફર સ્વીકારી હતી. અમેરિકાને આ વાત પસંદ નથી. તેણે ભારતને ચેતવણી આપી છે.
  • અમેરિકાએ ભારતને ચેતવણી આપી છે
  • બિડેન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ભારત દ્વારા રશિયન તેલની આયાતમાં વધારો નવી દિલ્હીને "મોટા જોખમ"માં મૂકી શકે છે કારણ કે યુએસ યુક્રેન પર તેના આક્રમણ માટે મોસ્કો સામે પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું છે.
  • અમેરિકી અધિકારીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવની નવી દિલ્હીની બે દિવસીય મુલાકાત અને અમેરિકાના અર્થશાસ્ત્રના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહની ભારત મુલાકાત ચાલી રહી છે.
  • ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલા બાદથી ભારત સ્પોટ ટેન્ડર દ્વારા રશિયન તેલની ખરીદી કરી રહ્યું છે અને ડિસ્કાઉન્ટ મેળવી રહ્યું છે. ભારતે 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 13 મિલિયન બેરલ રશિયન તેલની ખરીદી કરી છે. જ્યારે વર્ષ 2021માં ભારતે લગભગ 16 મિલિયન બેરલની ખરીદી કરી હતી.
  • અમેરિકાએ આ ચેતવણી આપી છે
  • રોયટર્સે અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકાને ભારતે રશિયન તેલ ખરીદવા સામે કોઈ વાંધો નથી જો કે તે ગયા વર્ષની સરખામણીમાં વધારે તેલ ખરીદતું નથી. રોયટર્સે સૂત્રોને ટાંકીને કહ્યું કે જો ભારત રશિયા સાથે રૂપિયામાં વેપાર સેટલ કરે અથવા ડોલરમાં ચૂકવણી કરવાનું ચાલુ રાખે તો વોશિંગ્ટનને કોઈ સમસ્યા નથી.
  • અમેરિકી અધિકારીએ કહ્યું છે કે ભારત જે કંઈ પણ કરી રહ્યું છે તે પ્રતિબંધોનું પાલન કરવું જોઈએ. જો નહિં તો તેઓ પોતાને એક મહાન જોખમમાં મૂકે છે. તેમણે કહ્યું છે કે અમે આગામી દિવસોમાં અને અઠવાડિયામાં ઘણા વધુ નિયંત્રણો લાગુ કરવા માટે પગલાં લેવા જઈ રહ્યા છીએ. અમે વિશ્વના દરેકને કહીએ છીએ કે તમે પ્રતિબંધોનું પાલન કરો છો તેની ખાતરી કરો. આ સંદેશ દરેક માટે છે.

Post a Comment

0 Comments