એક પછી એક 6 ગાડીઓની ટક્કરમાં આ હિરોઈન ગંભીર રીતે ઘાયલ, જુવો તસ્વીરો

  • હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના ચાહકો માટે ગઈકાલે ખરાબ સમાચાર આવ્યા. હકીકતમાં મલાઈકાની કારને શનિવારે રાત્રે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અભિનેત્રીને ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મલાઈકા હાલ મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ છે. મલાઈકા અત્યારે ઠીક છે.
  • તાજેતરની માહિતી અનુસાર ચાહકો માટે રાહતના સમાચાર છે કે મલાઈકાને કોઈ ગંભીર ઈજા થઈ નથી. તેને સામાન્ય ઈજાઓ થઈ છે અને રવિવારે હોસ્પિટલમાંથી રજા મળે તેવી શક્યતા છે. મલાઈકાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મલાઈકાનો શનિવારે રાત્રે મુંબઈ પુણે એક્સપ્રેસમાં અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં અભિનેત્રીને માથામાં ઈજા થઈ છે પરંતુ ઈજા નજીવી છે.
  • બહેન અમૃતા અરોરાએ જણાવ્યું કે મલાઈકાની હાલત કેવી છે...
  • હાલમાં જ તેની નાની બહેન અમૃતા અરોરાએ મલાઈકાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે અને તેણે જણાવ્યું છે કે મલાઈકાની હાલત હાલમાં કેવી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અમૃતા અરોરાએ કહ્યું હતું કે, "મલાઈકા હવે સ્વસ્થ થઈ રહી છે તે થોડા સમય માટે ઓબ્ઝર્વેશનમાં રહેશે".
  • હોસ્પિટલ તરફથી નિવેદન પણ આવ્યું...
  • મલાઈકાની બહેનના નિવેદન પહેલા મુંબઈની અપોલો હોસ્પિટલે પણ મલાઈકાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. હોસ્પિટલે મલાઈકા અરોરાની હેલ્થ અપડેટ જાહેર કરી. હેલ્થ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, “મલાઈકાને કપાળ પર નાની ઈજાઓ છે. સીટી સ્કેનમાં બધું બરાબર છે અત્યારે તો તે બરાબર હોવું જોઈએ. અભિનેત્રીને રાતભર નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે અને આવતીકાલે સવારે (3 એપ્રિલ) રજા આપવામાં આવશે.
  • કેવી રીતે થયો અકસ્માત?
  • જણાવી દઈએ કે મુંબઈ પુણે એક્સપ્રેસમાં લગભગ 5-6 કરોની ટક્કર થઈ હતી જેમાં મલાઈકા પણ એક ગાડીમાં સવાર હતી. આ દરમિયાન મલાઈકાને નેતા રાજ ઠાકરેની મીટિંગમાં જઈ રહેલા નવનિર્માણ સેનાના કાર્યકરોએ મદદ કરી હતી. MNS કાર્યકર્તાઓની મદદથી મલાઈકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
  • મલાઈકા શનિવાર રાતથી હોસ્પિટલમાં દાખલ છે અને એવી આશા છે કે તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. કારણ કે અભિનેત્રીને કોઈ ગંભીર ઈજા નથી. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા શનિવારે રાત્રે એક ફેશન ઈવેન્ટમાં ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને આ અંગે જાણકારી આપી હતી.

Post a Comment

0 Comments