ગુટખા વેપારીના બેડમાંથી મળ્યા 6.31 કરોડ રોકડા, 18 કલાક સુધી ચાલ્યા દરોડા

  • ઉત્તર પ્રદેશના હમીરપુરમાં 12 એપ્રિલે સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમે ગુટખાના વેપારીના સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગુટખાના વેપારી પાસેથી 6 કરોડ 31 લાખ 11 હજાર 800 રૂપિયા મળી આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ પૈસા ગુટખાના વેપારીએ બેડ બોક્સની અંદર રાખ્યા હતા.

  • તેમને ગણવા માટે સ્ટેટ બેંકના કર્મચારીઓ ત્રણ મશીન અને મોટા મોટા ટ્રક લઈને આવ્યા હતા. અંદાજે 18 કલાકની ગણતરી બાદ તેને ટ્રકમાં ભરીને લઈ ગયા હતા. ટીમની સાથે આવેલા ડેપ્યુટી કમિશનરે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. તેણે એટલું જ કહ્યું કે જોઈન્ટ કમિશનરે સર્ચ વોરંટ આપ્યું હતું, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

  • શું છે સમગ્ર મામલો
  • સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમે સુમેરપુર શહેરમાં પોલીસ સ્ટેશન નજીક રહેતા ગુટખાના વેપારી જગત ગુપ્તાની જગ્યા પર દરોડો પાડ્યો હતો. 15 સભ્યોની ટીમ દ્વારા આ દરોડો 12 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે શરૂ થયો હતો, જે 13 એપ્રિલની સાંજ સુધી ચાલુ રહ્યો હતો. સાંજ થતાં થતાં બેંકના કર્મચારીઓ પૈસા રાખવા માટે ત્રણ મોટા મોટા ટ્રક લઈને આવી પહોંચ્યા હતા.

  • પૈસા ભરીને ટ્રંક સ્ટેટ બેંક હમીરપુર મોકલવામાં આવી છે. હાલમાં જીએસટીના દસ્તાવેજમાં વેપારી દ્વારા કરવામાં આવેલી હેરાફેરી અલગ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, માત્ર પેટીઓમાં જ કરોડો રૂપિયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમ સાથે આવેલા ડેપ્યુટી કમિશનરે માત્ર એટલું જ કહ્યું કે તેમને જોઈન્ટ કમિશનર દ્વારા સર્ચ વોરંટ આપવામાં આવ્યું હતું, તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

Post a Comment

0 Comments