દેવઘર રોપ-વે અકસ્માતમાં 3ના મોત, 32 લોકોને બચાવાયા - જુવો બચાવ કામગીરીની તસવીરો

  • ઝારખંડના દેવઘર જિલ્લામાં બાબા બૈદ્યનાથ મંદિર પાસે ત્રિકુટ ટેકરી પર 12 રોપ-વે ટ્રોલી એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 48 અન્ય લોકો ટ્રોલીમાં ફસાઈ ગયા હતા.
  • આ અકસ્માતમાં 10 પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમાંથી એકનું મોડી રાત્રે મોત થયું હતું. આ પછી ફસાયેલા લોકોને બચાવવા વાયુસેનાના બે હેલિકોપ્ટર પહોંચ્યા.
  • પરંતુ જ્યારે એરફોર્સનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે આ દરમિયાન પણ અકસ્માત થયો હતો. બચાવી રહેલા 1 યુવકનું હેલિકોપ્ટરમાંથી પડી જતાં મોત થયું હતું.
  • એનડીઆરએફની ટીમ રવિવાર રાતથી બચાવ કાર્યમાં લાગેલી છે અને 11 લોકોને બચાવી લીધા છે. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
  • ઝારખંડ પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર આ રોપવે બાબા બૈદ્યનાથ મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર સ્થિત છે અને તેની લંબાઈ 766 મીટર છે જ્યારે પહાડી 392 મીટર ઊંચી છે.
  • ડીસીએ કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો છે. ડીસીના જણાવ્યા અનુસાર રોપ-વેનું સંચાલન ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેને ચલાવતા ઓપરેટરો અકસ્માત બાદ તરત જ તે વિસ્તાર છોડીને ભાગી ગયા હતા.

Post a Comment

0 Comments