મોરબીમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યું હનુમાનજીની 108 ફુટ ઉંચી મુર્તિનું અનાવરણ, બનાવવામાં લાગ્યો 3 વર્ષનો સમય

  • આજે હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના પાવન અવસર પર  મોરબીમાં તૈયાર કરવામાં આવેલ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું પીએમ મોદી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. આ પ્રતિમાનું બનાવવાનું કામ વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મૂર્તિ બનાવવા પાછળ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 
  • હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ હનુમાન જયંતીની લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે રામચરિત માનસના એક શ્લોકનું વર્ણન કર્યુ હતું. સંબોધનમાં કહ્યુ હતું કે, સંતોના દર્શન ઈશ્વરની કૃપા વગર દુર્લભ હોય છે. પાછલા દિવસોમાં ઉમિયા ધામ, અન્નપૂર્ણા ધામમાં દર્શનનો અવસર પ્રાપ્ત થયો હતો. આજે હનુમાન જયંતી નિમિતે વધુ એક દર્શનની તક મળી છે. 
  • હનુમાનજીની આવી મૂર્તિઓ દેશના ચાર ખૂણમાં બનાવાઈ રહી છે. સિમલામાં આવી મૂર્તિ છે. બીજી મૂર્તિ મોરબીમાં બની છે. અન્ય રામેશ્વરમ અને પશ્ચિમ બંગાળમાં બની રહી છે. આ બાબત એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પનો હિસ્સો છે. હનુમાનજી પોતાની ભક્તિ અને સેવાભાવનાથી સૌને જોડીને રાખે છે. દરેકને તેમનામાંથી પ્રેરણા મળી રહે છે. તેઓ શક્તિ અને સંબલના સ્ત્રોત છે હનુમાનજીએ સમસ્ત વનવાસી પ્રજાતિઓ અને વનબંધુઓને માન અને સન્માનનો અધિકાર અપાવ્યો. તેથી એક ભારત શ્રેષ્ઠ ભારતના પણ હનુમાનજી પ્રતિક રહ્યા છે. 
  • પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે દેશના વિવિધ ભાગોમાં રામ કથાનું પણ આયોજન કરવામાં આવે છે. ભાષા અને બોલી ગમે તે હોય, પરંતુ રામકથાની ભાવના બધાને એક કરે છે, ભગવાનની ભક્તિ સાથે જોડે છે. આ ભારતીય આસ્થા, આપણી આધ્યાત્મિકતા, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાની તાકાત છે. તેમણે આગળ કહ્યું કે, 'તેણે ગુલામીના મુશ્કેલ સમયમાં પણ વિવિધ વર્ગોને એક કર્યા, સ્વતંત્રતાના રાષ્ટ્રીય સંકલ્પ માટે સંયુક્ત પ્રયાસોને મજબૂત બનાવ્યા.'

Post a Comment

0 Comments