રાજસ્થાન-હૈદરાબાદ મેચમાં ચહલની પત્ની ધનાશ્રીએ લૂંટી મહેફિલ, જોવા મળી બિન્દાસ લૂકમાં


  • IPL 2022 ની પાંચમી મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ જોવા યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી પણ પહોંચી હતી.
  • ધનશ્રીએ પોતાના શાનદાર લુકથી બધાના દિલ જીતી લીધા હતા. ચાહકો ધનશ્રીના જોરદાર વખાણ કરી રહ્યા છે. પિંક ટોપમાં ધનશ્રી કોઈ અપ્સરાથી ઓછી દેખાઈ રહી નથી.
  • આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રોયલ્સ માટે કુલ સાત ખેલાડીઓ ડેબ્યુ કરી રહ્યા છે. તેમાં દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, નાથન કુલ્ટર-નાઈલ, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ અને પ્રખ્યાત કૃષ્ણા છે.
  • રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલે 16 બોલમાં 20 અને જોસ બટલરે 28 બોલમાં 35 રન બનાવ્યા હતા.
  • મેચમાં એક રમુજી ઘટના બની. વાસ્તવમાં, ભુવનેશ્વર કુમારે બટલરને પ્રથમ ઓવરમાં જ તેના સ્વિંગથી પરેશાન કર્યા હતા. ચોથા બોલ પર ભુવી પણ બટલરને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. તે સમયે બટલર ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જો કે તે નો બોલ નીકળ્યો અને બટલરને જીવન મળ્યું.

Post a Comment

0 Comments