બે વાર લગ્ન અને બંને વખત છૂટાછેડા લીધા પછી હવે આ હિરોઈન સાથે ઇલુંઇલું કરી રહ્યો છે ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ

  • ભારતનો ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ઘણીવાર માત્ર તેની રમત જ નહીં પરંતુ તેની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે ફરી એકવાર તેના સંબંધોને લઈને ચર્ચામાં છે. લિએન્ડરે બે વાર લગ્ન કર્યા પરંતુ બંને વખત છૂટાછેડા લીધા. હવે તે અભિનેત્રી કિમ શર્મા સાથે રિલેશનશિપમાં છે.
  • હાલમાં જ લિએન્ડર પેસ સાથે ફોટો શેર કરતા કિમ શર્માએ ફેન્સને કહ્યું હતું કે બંને છેલ્લા એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
  • લિએન્ડર પેસે પહેલા લગ્ન અભિનેત્રી મહિમા ચૌધરી સાથે કર્યા હતા. આ લગ્ન વર્ષ 2000 થી 2003 સુધી ચાલ્યા હતા.
  • મહિમા ચૌધરીથી છૂટાછેડા પછી લિએન્ડરે સંજય દત્તની પૂર્વ પત્ની રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા. તેણે 2014માં રિયાથી છૂટાછેડા પણ લીધા હતા.
  • હવે પેસ સંજય દત્તની અભિનેત્રી કિમ શર્માને ડેટ કરી રહ્યો છે. કિમ તેનો ત્રીજો પ્રેમ છે.
  • કિમ શર્મા અને સંજય દત્ત ફિલ્મ નહલે પે દહલામાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને બિપાશા બાસુ પણ હતા.
  • જણાવી દઈએ કે કિમ શર્મા પણ છૂટાછેડા લઈ ચૂકી છે. કિમે બિઝનેસમેન અલી પંજાની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન છ વર્ષ સુધી ચાલ્યા અને 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

Post a Comment

0 Comments