સગીરને BF સાથે વાત કરતા પકડી, પછી મકાનમાલિક રોજેરોજ કરવા લાગ્યો બળાત્કાર, આવી રીતે આવી ચુંગાલમાંથી બહાર

  • સગીર બાળકો, આ ઉંમરે માનસિક રીતે મજબુત ન હોય તેવા બાળકો કેવી રીતે સરળતાથી દાદાગીરી કરીને શારીરિક શોષણ કરે છે તેનું આ ઘટના જીવંત ઉદાહરણ છે. આ ઘટનામાં મકાન માલિક સગીર યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતી વખતે પકડી લે છે. ત્યાર બાદ તેની મદદથી પહેલા યુવતીને ડરાવી પછી તેની દાદાગીરી કરીને તેની સાથે બળજબરીથી દરરોજ શારીરિક સંબંધ બાંધવા લાગે છે. શું છે સમગ્ર મામલો આગળ જણાવીએ.
  • લખનઉનો બ્લેકમેલર મકાનમાલિક
  • લખનઉ: લખનઉ પોલીસે એક મકાનમાલિકની ધરપકડ કરી છે જે એક સગીર છોકરી પર ઘણા દિવસો સુધી બળાત્કાર ગુજારતો હતો. આરોપીએ યુવતીને તેના પ્રેમી સાથે વાત કરતાં પકડી લીઘી હતી અને તેના પિતાને કહીદેવાના નામે તેની સાથે બળાત્કાર ગુજારતો હતો.
  • પરેશાન યુવતી આત્મહત્યા કરવા જઈ રહી હતી પરંતુ પરિવારને તેના વિશે ખબર પડી ત્યાર બાદ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તું શા માટે આત્મહત્યા કરવા જઈ રહી છે ત્યારે યુવતી ભાંગી પડી અને તેણે પોતાના પર થયેલા અત્યાચાર વિશે જણાવ્યું. યુવતીની વાત સાંભળીને પરિવારજનો આશ્ચર્યચકિત થઈ ગયા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી.
  • બોયફ્રેન્ડ સાથે વાત કરતા પકડાઈ હતી
  • મળતી માહિતી મુજબ, લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશનની રહેવાસી પીડિતા એક દિવસ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન મકાન માલિક અતુલ તિવારીએ પીડિતાને પકડી લીધી ત્યારપછી તેણે પીડિતાને ઘરે તેના પિતા અને માતાને કહીને ધમકાવવાનું શરૂ કર્યું અને દરરોજ ફોન કરીને શારીરિક શોષણ કરવા લાગ્યો. આરોપી પીડિતાને સતત બ્લેકમેલ કરતો હતો અને પીડિતા પર બળાત્કાર કરતો હતો.
  • આરોપીના બ્લેકમેઈલિંગથી કંટાળીને પીડિતા આત્મહત્યા કરવા જઈ રહી હતી જો કે પરિવારજનોને જાણ થતાં આરોપી યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. એસીપી ગોમતી નગર સ્વેતા શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર આરોપી અતુલ તિવારી યુનિજા હેલ્થ કેર મેડિકલ કંપનીમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો ઝોનલ મેનેજર છે અને પીડિતાનો મકાનમાલિક છે. તે સગીરને બ્લેકમેલ કરતો હતો અને તેની સાથે બળાત્કાર પણ કરતો હતો પોલીસે કેસ નોંધીને આરોપીને જેલમાં મોકલી દીધો છે.

Post a Comment

0 Comments