રાજકોટના પટેલ યુવાને શેરબજારમાં 67 લાખ રૂપિયા ગુમાવી દેતા જીવન ટૂંકાવ્યું, એકનો એક કુળદિપક ગુમાવી દેતા પરિવારમાં ગમગીની

  • રાજકોટમાં મધ્યમવર્ગી પરિવારો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શેરબજારમાં અધધ રૂપિયા ડૂબી જતાં રાજકોટના મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોકના બ્રહ્માણી પાર્કમાં રહેતા 25 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
  • રિપોર્ટ અનુસાર મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે બ્રહ્માણી પાર્કમાં રહેતા યુવકે પિતાએ વેચેલી જમીનના 67 લાખથી વધુ રૂપિયા ઘરમાં રાખ્યા હતા જે પુત્રએ શેરબજારમાં લગાવી અને હારી જતાં પુત્રએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પુત્રએ શેરબજારમાં હારી ગયા બાદ આ પગલું ભરી લેતાં પરિવારે પોતાનો એકનો એક કુળદિપક ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
  • બનાવની પ્રાપ્ત વિગતો મુજબ,મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે બ્રહ્માણી પાર્ક શેરી નં.1માં રહેતા રોહિત ગોરધનભાઈ રૈયાણી(ઉ.વ.25) નામના પટેલ યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરે ઉપરના રૂમમાં બારીની એંગલમાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવની જાણ થતા બી ડિવીઝન પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પિતાએ તેના લગ્ન માટે પોતાના ગામમાં આવેલી જમીન વેંચી હતી. તેના રૂા.80 લાખ આવ્‍યા હતા. તેમાંથી પિતા ગોરધનભાઇએ લોન ચુકતે કર્યા બાદ રૂા.67 લાખ ઘરમાં રાખ્‍યા હતા. આ દરમિયાન પિતા થોડા દિવસો પહેલા ગુંદા ગામે ગયા હતા. ત્‍યારે રોહીતે 67 લાખ શેરીબજારમાં રોકયા હતા. પિતા અઠવાડીયા પછી ઘરે આવતા પૈસા જોવા ન મળતા પુત્રની પૂછપરછ કરતાં તેણે શેરબજારમાં રોકાણ કર્યાનું જણાવ્‍યુ હતું. પ્રાથમિક તપાસમાં પોલીસે રોહીતનો મોબાઇલ ચેક કરતા તેમાથી શેરબજારને લગતી ચેટ અને 67 લાખ રૂપિયા ગુમાવ્યાની માહિતી મળી હતી.

Post a Comment

0 Comments