4 કરોડની FD, 1 કિલો સોનું, 10 લાખ રોકડા... જાણો એન્જિનિયરના ઘરે વિજિલન્સને રેડમાં બીજું શું શું મળ્યું

  • વિજિલન્સ ટીમે ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં પોસ્ટેડ એન્જિનિયર આશિષ કુમાર દાશ પાસેથી કરોડો રૂપિયાની રોકડ અને સોનાના દાગીના જપ્ત કર્યા છે.
  • ઓડિશા વિજિલન્સ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી રોકડ રકમ જપ્ત કરી છે. વિજિલન્સ ટીમે આદિવાસી બહુલ મલકાનગિરી જિલ્લામાં નિયુક્ત અધિક્ષક ઇજનેર આશિષ કુમાર દાશ પાસેથી કરોડોની રોકડ અને સોનાના દાગીના જપ્ત કર્યા છે. વિજિલન્સને આશિષની અઢળક સંપત્તિ શોધવામાં ચાર દિવસ જેટલો સમય લાગ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે આ પૈસા નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે જાહેર કરવામાં આવ્યા હતા, જેને ભ્રષ્ટ બાબુઓએ લૂંટી લીધા હતા.
  • 25 માર્ચે તકેદારી વિભાગને માહિતી મળી હતી કે મલકાનગિરી જિલ્લાના ગ્રામીણ બાંધકામ વિભાગના અધિક્ષક ઈજનેર આશિષ કુમાર દાશ લાખોની રોકડ લઈને ક્યાંક જઈ રહ્યા છે. આ પછી વિજિલન્સની ટીમે છટકું ગોઠવીને આશિષ કુમાર દશને રસ્તામાં જ અટકાવ્યો હતો. તલાશી લેતા વિજિલન્સ ટીમે તેમની પાસેથી 10 લાખ 23 હજાર 970 રૂપિયા જપ્ત કર્યા હતા.
  • વિજિલન્સ અધિકારીઓએ તે દિવસે આશિષ કુમાર દાશને DCB બેંકના બ્રાંચ મેનેજરને રૂ. 10 લાખ 23 સોંપી કસ્ટડીમાં લીધો હતો. આ પછી વિજિલન્સ ટીમે આશિષ કુમાર દશના અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને તેમની પાસેથી એક કરોડ 36 લાખ રૂપિયાની રોકડનો ખુલાસો કર્યો હતો.
  • વિજિલન્સ અધિકારીઓને મલકાનગીરીમાં આશિષ કુમાર દાશના ઘરેથી 1 કિલો 200 ગ્રામ સોનું પણ મળ્યું છે. આ સિવાય બેંકોમાં 4 કરોડ રૂપિયાની FD/બચત/વીમા થાપણો મળી આવી છે.
  • વિજિલન્સ ડાયરેક્ટર વાયકે જેઠવાએ જણાવ્યું હતું કે, "સર્ચ દરમિયાન, આશિષ કુમાર દશ વતી એક્સિસ બેંકમાં (પરિવાર, સંબંધીઓ, સહયોગીઓના નામે) 12 ખાતાઓની કામગીરી વિશે માહિતી પ્રાપ્ત થઈ છે. આ ખાતાઓમાં 2.25 કરોડ જમા થયા છે. આ સાથે આશિષે શાંતિવન સોસાયટીમાં પત્નીના નામે 32 લાખ 30 હજાર રૂપિયાનું એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું છે. તેના અન્ય બેંક એકાઉન્ટ અને બે લોકરની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Post a Comment

0 Comments