રશિયાના મિસાઈલ હુમલાથી દહેલા યુક્રેન, તસવીરોમાં જુઓ હુમલા બાદ કેવી છે હાલત

  • રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને ગુરુવારે યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે જો કોઈ અમારી વચ્ચે આવે છે અથવા અમને અને અમારા લોકોને ધમકાવવાનો પ્રયાસ કરે છે તો તેણે સમજી લેવું જોઈએ કે રશિયા તરત જ જવાબ આપશે તમારે પરિણામ ભોગવવું પડશે અને એવો જવાબ આપવામાં આવશે જે તમે ઇતિહાસમાં પહેલાં ક્યારેય અનુભવ્યો નથી. એએફપીના અહેવાલ મુજબ રશિયન સેનાએ જણાવ્યું છે કે તેણે યુક્રેનના સૈન્ય અને હવાઈ મથકોને નિશાન બનાવીને નષ્ટ કરી દીધા છે. બીજી તરફ યુક્રેને કહ્યું કે તે હાર નહીં માને પીઠ બતાવશે નહીં.
  • યુક્રેનમાં સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે
  • યુદ્ધની ઘોષણા બાદ યુક્રેનની રાજધાની કિવમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા હતા.
  • રશિયા યુક્રેનના સૈન્ય મથકોને નિશાન બનાવે છે
  • એએફપીના અહેવાલ મુજબ, હવે રશિયન સેનાએ જણાવ્યું છે કે તેણે યુક્રેનના સૈન્ય અને હવાઈ મથકોને નિશાન બનાવીને નષ્ટ કરી દીધા છે. બીજી તરફ યુક્રેને કહ્યું કે તે હાર નહીં માને. પીઠ બતાવશે નહીં.
  • યુક્રેને પણ 5 રશિયન ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતા
  • તે જ સમયે, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેઓએ 5 રશિયન ફાઇટર પ્લેન અને 1 હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે.
  • રશિયાએ વહેલી સવારે હવાઈ હુમલો કર્યો
  • સૂર્યોદય પહેલા, યુક્રેનની રાજધાની કિવ અને રશિયન સરહદ સાથેના શહેરોમાં રશિયન હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
  • રાજધાની કિવમાં ઘણા ફાઈટર પ્લેન જોવા મળ્યા હતા
  • યુક્રેનની રાજધાની કિવમાં કેટલાય રશિયન ફાઈટર જેટ જોવા મળ્યા હતા. આ પછી એવા સમાચાર આવ્યા હતા કે રશિયાએ કિવમાં મિસાઈલ હુમલો કર્યો છે. યુક્રેનિયન અધિકારીઓ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી.
  • થર્મલ પાવર પ્લાન્ટ પર વિસ્ફોટ
  • રશિયાએ યુક્રેનના થર્મલ પાવર પ્લાન્ટ પર પણ મોટો ધડાકો કર્યો હતો. આ સાથે જ રશિયાએ યુક્રેનના ઇબાનોમાં પણ મિસાઇલો છોડી છે.
  • માર્ગો પર વાહનોની લાંબી કતારો
  • યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ બાદ ત્યાંથી લોકો મોટી સંખ્યામાં દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેનના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
  • ઇવાનો-ફ્રેન્કિવસ્ક એરપોર્ટ પર વિસ્ફોટ
  • રશિયાએ યુક્રેનના ઈવાનો-ફ્રેન્કિવસ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલો બ્લાસ્ટ કરી હતી.

Post a Comment

0 Comments