ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી, માતા-પિતા સહિત પરિવારનું હૈયાફાટ રુદન, હજારો લોકો અંતિમયાત્રામાં જોડાયા

  • સુરતની દિકરી ગ્રીષ્માને આજે ભાવભીની વિદાય આપવામાં આવી જેમા મોટી સંખ્યામા લોકો તેની અંતિમ યાત્રામાં જોડાયા હતા. આપને જણાવી દઈએ કે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી હતી. જેથી આ ઘટનાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ ગ્રીષ્માના પરિવાર પ્રત્યે લોકો સહાનૂભૂતી દાખવી રહ્યા છે. 
  • ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટ્યા છે.  આજે સવારે ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી ત્યારે અનેક રસ્તાઓ લોકોથી ઉભરાયા હતા. લોકો સ્વયંભૂ જોડાયા હતા. શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી છે. અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં પહોંચ્યા બાદ ઈજાગ્રસ્ત ભાઈએ બહેનને મુખાગ્નિ આપી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને ગ્રીષ્માને વિદાય આપી હતી.
  • તમને જણાવી દઈએ કે કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી કરેલી હત્યાથી રાજ્યભરમાં ચકચાર મચી છે. છેલ્લા ઘણા દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.આજે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો.યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. ઘણા લોકો હતા પણ  ડરના માર્યા દૂર ઊભા રહી તમાશો જોતાં રહ્યા હતા. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. 
  • સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો. આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે.
  • 12 ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

Post a Comment

0 Comments