આ છે યુક્રેનની ટોપ-5 મહિલા ટેનિસ સ્ટાર, ખૂબસૂરતીમાં આપે છે દરેકને માત

  • યુક્રેન પર રશિયાના હુમલાનો દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. રમત જગતના ઘણા યુવા અને અનુભવી સ્ટાર્સે પણ આ યુદ્ધ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ડેનિલ મેદવેદેવ સહિત ઘણા રશિયન ખેલાડીઓએ યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. આ દરમિયાન રશિયા અને યુક્રેનમાં રમતગમતને પણ અસર થઈ છે.
  • યુક્રેનમાં ઘણી સ્ટાર મહિલા ખેલાડીઓ છે જેમણે ટેનિસની દુનિયામાં પોતાની છાપ છોડી છે. તેમાંથી એલિના સ્વિટોલિના WTA વર્લ્ડ રેન્કિંગમાં 15માં નંબર પર છે. ટોપ-50માં એલિના સિવાય એન્હેલિના કાલિનિના 49માં નંબર પર છે.
  • યુક્રેનની સ્ટાર ટેનિસ ખેલાડી એલિના સ્વિતોલીનાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ નંબર-3 રહી છે. 27 વર્ષની અલિનાએ 16 સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. તે કોઈપણ ગ્રાન્ડ સ્લેમ જીતી શકી નથી પરંતુ 1-1 વખત યુએસ ઓપન અને વિમ્બલ્ડનની સેમીફાઈનલ રમી છે.
  • 25 વર્ષીય એન્હેલિના કાલિનીનાએ તેની કારકિર્દીમાં 284 સિંગલ્સ મેચ રમી જેમાંથી તેણે 148 મેચ જીતી. તેની 5 વર્ષની કારકિર્દીમાં એન્હેલિનાએ 5 ગ્રાન્ડ સ્લેમ મેચ રમી છે. તેનું WTA વર્લ્ડ રેન્કિંગ 49 છે.
  • યુક્રેનની રાજધાની કિવમાં જન્મેલી 19 વર્ષની માર્ટા કોસ્ટ્યુકે અત્યાર સુધીમાં 134 સિંગલ્સ મેચ રમી છે જેમાંથી 70માં જીત મેળવી છે. માર્ટાનું WTA વર્લ્ડ રેન્કિંગ 54 છે. આ વર્ષે માર્ટાએ 6 સિંગલ્સ મેચ રમી હતી જેમાંથી 4 જીતી છે.
  • 21 વર્ષની ડાયના યાસ્ટ્રેમ્સ્કાએ પોતાની કારકિર્દીમાં ત્રણ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. તેણે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 7માંથી 4 સિંગલ્સ મેચ જીતી હતી. આ કારણે તેને રેન્કિંગમાં 26 સ્થાનનો બમ્પર ફાયદો મળ્યો છે. ડાયના હવે 120મા નંબરે પહોંચી ગઈ છે. તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 21 છે.
  • 32 વર્ષીય લેસિયા ત્સુરેન્કોએ રેન્કિંગમાં 6 સ્થાન ગુમાવ્યા છે. તે હવે 127માં નંબર પર પહોંચી ગઈ છે. લેસિયા તેની કારકિર્દીમાં 4 સિંગલ્સ ટાઇટલ જીતી ચૂકી છે. તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 23 છે. લેસિયાએ અત્યાર સુધીમાં 438માંથી 292 સિંગલ્સ મેચ જીતી છે.

Post a Comment

0 Comments