મોદીની સુરક્ષાને લઈને પરેશાન થઇ ગઈ હતી પ્રિયંકા ગાંધી, કહ્યું- PMની ચિંતામાં ચન્નીજીને કર્યો હતો ફોન

  • થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ક્ષતિને ગંભીર મામલો ગણાવ્યો હતો હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પંજાબના સીએમ ચરણજીત ચન્ની સાથે મોદીની સુરક્ષાને લઈને ફોન પર થયેલી વાતચીત અંગે પણ સ્પષ્ટતા કરી હતી.
  • તેમણે કહ્યું કે મોદી દેશના વડાપ્રધાન છે. અમે તેમની ચિંતા કરીએ છીએ. આખો દેશ તેના માટે ચિંતિત છે. તેથી મેં ચન્નીજીને ફોન કરીને તેના વિશે પૂછપરછ કરી.

  • ચન્નીને ફોન કરવા પર ઉભા થયા હતા સવાલો
  • વાસ્તવમાં, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પીએમની સુરક્ષાને લઈને વિવાદ ઉભો કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને પીએમની સુરક્ષામાં ખામી હોવાના મુદ્દે જાણ કરી હતી. તેના પર ભાજપે સવાલ ઉઠાવ્યો હતો કે ચન્નીએ કઈ ક્ષમતામાં પ્રિયંકા ગાંધીને ફોન કરીને પીએમની સુરક્ષાની જાણકારી આપી હતી. પ્રિયંકા સરકારના કોઈપણ બંધારણીય પદ પર બેઠી નથી.
  • પીએમની સ્થિતિ જાણવા ફોન કર્યો હતો
  • પ્રિયંકા ગાંધાએ કહ્યું મારી પાસે બંધારણીય પદ નથી પરંતુ જ્યારે મેં ટીવી જોયું તો મને પીએમ મોદીની ચિંતા થઈ. તેથી મેં સીએમ ચન્નીને ફોન કર્યો કે બધું બરાબર છે. મને માત્ર પીએમની જ ચિંતા હતી. આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.

Post a Comment

0 Comments