અર્જુન કપૂર-મલાઈકા અરોરાએ તોડ્યા સંબંધ!, બ્રેકઅપ પછી આ હાલમાં રહે છે અભિનેત્રી!

  • મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની ગણતરી બોલીવુડના પ્રખ્યાત કપલમાં થાય છે. બંનેને લઈને ઈંડસ્ટ્રીમાં ઘણી ગપસપ થાય છે. શરૂઆતમાં આ લવ બર્ડ્સ પોતાના પ્રેમને છુપાવતા હતા, પરંતુ પછી બંનેએ પોતાના પ્રેમને જગ-જાહેર કરી દીધો. બંને ઘણા પ્રસંગો પર સાથે જોવા મળવા લાગ્યા. બંનેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવે છે. લોકો બંનેના સંબંધોને ટ્રોલ પણ કરે છે. પરંતુ હવે કપલને લઈને એક દુખદ સમાચાર આવી રહ્યા છે.

  • અર્જુન-મલાઈકાનું થયું બ્રેકઅપ?: કેટલીક મીડિયા ચેનલો આ દાવો કરી રહી છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો 4 વર્ષનો લાંબો સંબંધ હવે પૂરો થઈ ગયો છે. મતલબ કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જો કે કપલે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરી. આવી સ્થિતિમાં બંનેના બ્રેકઅપની વાતમાં કેટલું સત્ય છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. પરંતુ બંનેને લઈને કેટલાક સંકેતો મળ્યા છે, જેનાથી તેમના બ્રેકઅપના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.


  • ઘરમાં કેદ છે મલાઈકા: રિપોર્ટ્સનું માનીએ તો અર્જુન સાથે બ્રેકઅપ પછી મલાઈકા ખૂબ જ દુઃખી થઈ ગઈ છે. તે 6 દિવસથી ઘરની બહાર નથી નીકળી. તેણે પોતાને રૂમમાં કેદ કરી લીધી છે. પોતાના લવિંગ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા પછી તે થોડો સમય એકલા રહેવા ઈચ્છે છે.

  • હવે મલાઈકાને મળવા નથી આવતા અર્જુન: અર્જુન કપૂરનું હવે મલાઈકાના ઘરે આવવા-જવાનું પણ બંધ થઈ ગયું છે. હાલમાં જ તે પોતાની બહેન રિયા કપૂરના ઘરે ગયા હતા. અહીં તેણે દરેક સાથે ડિનર પણ કર્યું. રિયા અને મલાઈકાનું ઘર નજીકમાં જ છે. જો કે તેમ છતાં અર્જુન પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકાને મળવા ન ગયા. સામાન્ય રીતે મલાઈકા હંમેશા અર્જુન કપૂર સાથે ફેમિલી ડિનર પર જાય છે, પરંતુ આ વખતે તે ન ગઈ. તેનાથી આ સમાચારોને વધુ મજબૂતી મળી ગઈ કે બંને હવે સાથે નથી.

  • ડેટ્સ પર જવાનું થયું બંધ: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અર્જુન આ દિવસોમાં મલાઈકાને મળવાનું અવોઈડ કરી રહ્યા છે. બંને ઘણા દિવસોથી સાથે ડિનર અને કોફી ડેટ પર પણ નથી ગયા. અર્જુનને જ્યારે પણ મલાઈકાના ઘરની નજીકથી જવાનું થતું હતું તો તે તેને મળવા જરૂર જતાં હતા. પરંતુ આ દિવસોમાં તે અભિનેત્રીના ઘરની બહારથી જાય છે, પરંતુ તેના હાલચાલ લેવા ઘરમાં નથી આવતા.

  • અર્જુન અને મલાઈકા વચ્ચે કંઈક તો છે ગડબડ: લોકોનું કહેવું છે કે અર્જુન અને મલાઈકા વચ્ચે કંઈક તો ગડબડ જરૂર થઈ છે. આ દિવસોમાં બંને વચ્ચે કંઈ પણ સારું નથી ચાલી રહ્યું. ખરેખર કપલના ચાહકો તેમના બ્રેકઅપના સમાચાર સાંભળીને નિરાશ છે. તેને હવે અર્જુન અથવા મલાઈકાના આ વિશે ઓફિશિયલ નિવેદનની રાહ છે.

  • નોંધપાત્ર વાત એ છે કે અરબાઝ ખાન સાથે ડીવોર્સ લીધા પછીથી મલાઈકાનું દિલ અર્જુન કપૂર પર આવી ગયું હતું. કપલ એકબીજાને છેલ્લા ચાર વર્ષથી ડેટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નના સમાચાર પણ વાયરલ થયા હતા. પરંતુ હવે બ્રેકઅપની વાત સાંભળીને દરેક હેરાન છે.

Post a Comment

0 Comments