ઘરમાં આ 5 પ્રકારની તુલસી રાખવાથી થાય છે નુકસાન, લક્ષ્મી દૂર જાય છે ગરીબી આવે છે પાસે

  • તુલસીનો છોડ તમને લગભગ દરેક હિંદુ ઘરોમાં જોવા મળી જશે. તેનું કારણ એ છે કે આપણા ધર્મમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરની અંદર રાખવાથી દૂર દૂર સુધી સકારાત્મક ઉર્જા ફેલાય છે. જો કે ઘણા ઓછા લોકોને આ વાતની માહિતી હશે કે ઘરમાં રાખવામાં આવેલ તુલસીનો છોડ તમને કોઈ અનહોની થવાનો સંકેત પણ આપી શકે છે. ઉદાહરણ તરીકે જો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો વાસ્તુ અનુસાર તે મોટું અપશગુન માનવામાં આવે છે. આ રીતે જો તુલસીના પાન સુકાઈ જાય અથવા પીળા થઈ જાય તો તેના પણ પોતાના અર્થ હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે ઘરમાં ક્યાં પ્રકારના તુલસી ન રાખવા જોઈએ.
  • સૂકેલા તુલસી: વાસ્તુ શાસ્ત્ર અનુસાર તો ઘરમાં જો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તે દરિદ્રતા આવવાનો સંકેત હોય છે. સુકેલા તુલસીને ઘરમાં રાખવા શુભ નથી માનવામાં આવતા. તેનાથી ઘરમાં લક્ષ્મીજી નથી આવતી. તેથી આ તમારી જવાબદારી છે કે તમે તમારા ઘરની તુલસીને સૂકાવા ન દો અને તેને સમય સમય પાણી આપતા રહો. જો કે કોઈ કારણથી તુલસી સુકાઈ જાય છે તો તેને ઘરમાં ન રાખો. તેને તમે નદીમાં ઠંડુ કરી શકો છો અથવા ક્યાંક બીજે રાખી શકો છો.
  • પીળા તુલસી: ઘણીવાર તુલસી સંપૂર્ણ રીતે સુકાતી નથી પરંતુ તેના પાંદડા પીળા અથવા કાળા પડી જાય છે. આવી સ્થિતિમાં તે અશુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. તેથી જો તમારા ઘર રાખવામાં આવેલ તુલસીના પાન પીળા પાડવા લાગે તો તેને કાઢી નાખો અથવા પીળા પાંદડાને કાપી નાખો.
  • વધારે મંજરીવાળા તુલસી: જો તમારા ઘરમાં લગાવેલા તુલસીમાં મંજરી વધારે છે તો તેને કાઢી બીજા તુલસી લગાવી દેવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વધારે મંજરી વાળા તુલસી મુશ્કેલીમાં હોય છે. હવે જો તમારા ઘરની તુલસી મુશ્કેલીમાં હોય તો સ્વાભાવિક વાત છે કે તમારો પરિવાર પણ પરેશાનીનો શિકાર બનશે. બસ આ જ કારણ છે કે તમારે તમારા ઘરમાં વધારે મંજરી વાળા તુલસી રાખવાથી બચવું જોઈએ.
  • આવા તુલસી પણ ન રાખો: એક માન્યતા છે કે જો ઘરમાં કોઈનું નિધન થાય છે તો તેની આસપાસની દરેક વસ્તુઓની સાથે વિસર્જિત કરી દેવામાં આવે છે. એવી જ રીતે તુલસી પાસે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો તે તુલસીનું વિસર્જન કરી ઘરમાં નવા તુલસી લગાવા જોઈએ.
  • તુલસીના પાનનું ખરવું: તુલસીના પાન પીળા પડવા કે કોઈ કીટાણુના કારણે સતત ખરી રહ્યા છે તો આવા તુલસીને પણ ઘરમાં ન રાખવા જોઈએ. જો તમે ખરતા પાંદડાનું નિવારણ નથી કરી શકતા તો પૂરા તુલસી જ બદલી દો. તુલસીના ખરતા પાંદડા ઘરમાં અવરોધ અને અશાંતિનું કારણ બને છે. તેનાથી પરિવારની સકારાત્મક ઉર્જા ઓછી થાય છે.
  • આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. તમે આ લેખને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે.

Post a Comment

0 Comments