આ 5 ક્રિકેટરોએ કર્યા હતા એવા કાંડ કે ખાવી પડી હતી જેલની હવા, લિસ્ટમાં 2 ભારતીયો પણ છે શામેલ


  • ક્રિકેટર્સ ઘણીવાર પોતાની રમતને લઈને હેડલાઈન્સમાં રહે છે. ઘણા ક્રિકેટરો એવા છે જેમણે પોતાના પ્રદર્શનથી ઘણી પ્રસિદ્ધિ મેળવી છે, પરંતુ ઘણા ખેલાડી એવા પણ છે જે કાયદાના ભંગના કારણથી વિવાદોમાં પણ આવી ગયા છે. આજે અમે તમને એ 5 ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના જીવનમાં જેલની હવા પણ ખાધી છે.
  • એસ શ્રીસંત: પોલીસ દ્વારા સતત 12 દિવસની પૂછપરછ, જેલના અપમાનજનક વાતાવરણમાં 27 દિવસ અને મેચ ફિક્સિંગ માટે કારકિર્દીને બરબાદ કરનાર 7 વર્ષનો પ્રતિબંધ અને આ બધાની ઉપર શરમજનક દેશદ્રોહીનો ટેગ, આવી જ છે કાઈંક ભારતીય બોલર એસ શ્રીસંતની કહાની. અહીં તમને જણાવી દઈએ કે શ્રીસંતની આઈપીએલ-2013માં સ્પોટ ફિક્સિંગ કરવાના આરોપમાં દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી હતી. જો કે થોડા જ દિવસો પછી તેને જામીન મળી ગઈ હતી પરંતુ બીસીસીઆઈએ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો, જ્યાર પછીથી હટાવીને 7 વર્ષનો કરવામાં આવ્યો હતો. શ્રીસંત પર લાગેલો આ આ સાત વર્ષનો પ્રતિબંધ 13 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ જશે.
  • બેન સ્ટોક્સ: ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઉપર પણ ગુનાહિત કેસ નોંધાય ચૂક્યા છે. વર્ષ 2017માં બ્રિસ્ટોલમાં એક નાઈટ ક્લબની બહાર તેનો એક વ્યક્તિ સાથે ઝઘડો થઈ ગયો હતો. બંનેની વચ્ચેની ઝપાઝપીમાં તે વ્યક્તિની આંખ પાસેનું હાડકું તૂટી ગયું હતું, જ્યાર પછી સ્ટોક્સ વિરુદ્ધ પોલીસમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ બાબતને કારણે સ્ટોક્સને ઈંગ્લેન્ડની ટીમથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જો કે કોર્ટે તેને નિર્દોષ જાહેર કરી દીધો હતો.
  • મોહમ્મદ શમી: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ ઘણા અપરાધિક કેસ દાખલ કરાવ્યા હતા જેમાં દહેજ ઉત્પીડન, મેચ ફિક્સિંગ અને શારીરિક ઉત્પીડન જેવા ઘણા મોટા આરોપો શામેલ હતા. જો કે બીસીસીઆઈએ તપાસમાં તેને ક્લીનચીટ આપી દીધી હતી, પરંતુ પોલીસે તેને ક્લીનચીટ ન આપી અને તેની સામે કેસ દાખલ કર્યો, પરંતુ તેની કારકિર્દી હજુ પણ તેમ જ ચાલી રહી છે જેમ પહેલા ચાલી રહી હતી. આ કારણથી હસીન જહાંએ પોલીસ પર પણ પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે શમી વિરુદ્ધ કેસ હજુ પણ ચાલી રહ્યો છે.
  • લ્યુક પોમર્શબેક: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લ્યુક પોમર્શબેક પર આઈપીએલ 2012 દરમિયાન એક અમેરિકન મહિલાને છેડછાડ અને મારપીટનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેના કારણે દિલ્હી પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી હતી. તે સમયે તે સિરીઝ પણ પૂરી ન કરી શક્યા હતા. ત્યાર પછી પોમર્શબેક પર કેસ ચાલ્યો અને તેને જામીન મળી ગઈ પરંતુ તેનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો હતો. જો કે પછી આ બાબત કોર્ટની બહાર જ સેટલ કરી લેવામાં આવે હતી.
  • રૂબેલ હુસૈન: બાંગ્લાદેશના ફાસ્ટ બોલર રુબેલ હુસૈન પર 2015 ના વર્લ્ડ કપથી પહેલા એક મહિલાએ રેપ અને લગ્નની લાલચ આપવાનો આરોપ લગાવ્યો હતો, ત્યાર પછી પોલીસે તેની વિરુદ્ધ કેસ નોંધ કરી લીધો હતો. આવી સ્થિતિમાં તેને વર્લ્ડકપની ટીમથી બહાર કરી દેવાની માંગ પણ ઉઠી હતી પરંતુ આ બધું હોવા છતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હુસૈનને ટીમમાં બનાવી રાખ્યો હતો અને વર્લ્ડ કપમાં રમવા માટે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા મોકલ્યો હતો. આ વર્લ્ડ કપ હોસૈન માટે સીમા ચિહ્નરૂપ સાબિત થયો, જ્યાં તેણે પોતાની શ્રેષ્ઠ બોલિંગના આધાર પર બાંગ્લાદેશને માત્ર ક્વાર્ટર ફાઈનલમાં જ નહી પરંતુ તેની સાથે જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મોટી જીત અપાવવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી. રુબેલ હુસૈનના આ જબરદસ્ત પ્રદર્શનને પ્રશંસા પૂરા બાંગ્લાદેશમાં થઈ પરંતુ તેની સૌથી વધુ અસર તે મહિલા પર પડી જેણે તેની સામે રેપનો કેસ દાખલ કરાવ્યો હતો કારણ કે તે મહિલાએ હુસૈન વિરુદ્ધ નોંધાયેલ પોતાનો કેસ પરત લઈ લીધો હતો.

Post a Comment

0 Comments