સાઉદી અરેબિયા બનાવી રહ્યું છે અનોખું શહેર, લંડનથી હશે 17 ગણું મોટું, પોતાનો બનાવશે ચંદ્ર, રોબોટ આપશે સર્વિસ, હવામાં ચાલશે કાર

 • આપણે દરેક લોકો ફિલ્મોમાં ઘણીવાર જોઈએ છીએ કે શહેરોમાં રોબોટ ફરતા રહે છે અને ઘણી ફિલ્મોમાં તો હવામાં ઉડતી ગાડીઓ પણ જોવા મળે છે પરંતુ જો અમે તમને કહીએ કે આ બધું વાસ્તવિકતામાં શું હોઈ શકે છે? તો મોટાભાગના દરેક લોકોનો જવાબ એ જ હશે કે આવું કેવી રીતે થઈ શકે છે? પરંતુ તમને જણાવી દઈએ કે હવે તે ફિલ્મોની વાત નથી રહી.
 • જી હા, કારણ કે સાઉદી અરબ અનોખું સામ્રાજ્ય બનાવી રહ્યું છે જે સાફ-ફાઈ ફિલ્મોની જેમ જ હશે, જેમાં રોબોટ તમારી સુરક્ષાથી લઈને ચાકરી કરશે. કાર હવામાં ચાલશે. કૃત્રિમ વાદળો ખરેખર પાણી વરસાવશે. એટલું જ નહીં પરંતુ સાઉદી અરબ આ શહેરમાં એક કૃત્રિમ ચંદ્ર પણ બનાવશે, જે દરરોજ રાત્રે બહાર નિકળશે.
 • સાઉદી અરબ આ શહેર જોર્ડન અને મિશ્રની સરહદ પર વસાવવા જઈ રહ્યું છે, જેનો "નીયોમ" છે, જે હોલીવુડની કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની જેમ જ રહેશે. હવે જો આપણે એવું શહેર વસાવવામાં કુલ ખર્ચની વાત કરીએ તો લગભગ 500 બિલિયન ડોલરનો ખર્ચ થશે.
 • આ શહેર હશે લંડનથી 17 ગણું મોટું: ધ સનના અહેવાલ અનુસાર આ શહેર લંડનથી 17 ગણું મોટું હશે અને આ NEOM શહેરના અધ્યક્ષ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન છે. રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025 માં આ હાઈટેક NEOM શહેરમાં લોકો રહેવાનું શરૂ કરશે. આ શહેર ડ્રોન ફ્રેન્ડલી હોવાની સાથે જ રોબોટિક્સનું પણ કેન્દ્ર હશે.
 • શહેરના પ્લાનિંગ દસ્તાવેજો અનુસાર, NEOM માં ટેક્સી હવામાં ઉડશે. સાઉદી અરેબિયાના પ્રિન્સ સલમાન NEOMને દુબઈ, દોહા અને કતારથી પણ મોટું કોમર્શિયલ હબ બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે એટલે કે પાણીની જેમ આ કામમાં પૈસા ખર્ચ કરવા માટે તે સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહ્યા છે. એકથી એક ચઢિયાતાં પ્રોફેશનલને તે બોલાવી રહ્યા છે જેથી સાઉદી અરબ NEOM શહેરને સૌથી હાઈટેક બનાવી શકે.
 • ઘરોની સાફ-સફાઈ રોબોટ કરશે: NEOM શહેરમાં ઘરની સાફ-સફાઈનું કામ પણ રોબોટ જ કરશે. આમ જોઈએ તો સાઉદી અરેબિયામાં પાણીની ઘણી અછત છે, જો આપણે અહીં વરસાદની વાત કરીએ તો તે ના બરાબર છે. પરંતુ NEOM શહેરમાં આ પ્રકારની કોઈ પણ સમસ્યા ઊભી નથી થવાની, આવું એટલા માટે કારણ કે આ શહેરમાં ક્લાઉડ સીડિંગની મદદથી વાદળો પણ બનાવવામાં આવશે, જેનાથી ખરેખર પાણી વરસશે.
 • આટલું જ નહીં પરંતુ આ દરેક સિવાય 'રોબોટ માર્શલ આર્ટ'ની મદદથી સાઉદી અરબ આ શહેર તરફ લોકોને આકર્ષિત કરવાની તૈયારીમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. આ સિવાય શહેરનો પોતાનો ચંદ્ર પણ બનાવવાની યોજનાઓ ચાલી રહી છે, જે NEOM શહેરને તે દરરોજ રાત્રે પોતાના તેજથી પ્રકાશિત કરતો જોવા મળશે.
 • આ હાઈટેક સિટીની જાહેરાત વર્ષ 2017માં કરવામાં આવી હતી: સાઉદી અરબે રિયાદ દરમિયાન એક ફ્યુચર રોકાણ ઈનીશીએટિવ કાર્યક્રમ, 2017 માં NEOM ના નિર્માણની જાહેરાત કરી હતી. આ ઈવેન્ટમાં બોલતા રોબોટિક્સ ફર્મ બોસ્ટન ડાયનેમિક્સના સીઈઓ માર્ક રોયબર્ટે કહ્યું હતું કે "મહાનગરોમાં રોબોટ્સને સુરક્ષા માટે પણ ઉપયોગ કરી શકાય છે." તેમણે કહ્યું હતું કે રોબોટ્સ ઘણા પ્રકારના કામ કરી શકે છે, જેમાં સુરક્ષા, લોજિસ્ટિક્સ, હોમ ડિલિવરી, વૃદ્ધો અને બીમાર લોકોની સંભાળ શામેલ છે.
 • માર્ક દ્વારા આ દરેક વાતો એટલા માટે કરવામાં આવી હતી કારણ કે NEOM માં આ બધું કરવા માટે એક મોટી યોજના તૈયાર કરવામાં આવી છે. વિશ્વમાં અત્યાર સુધી કોઈ પણ શહેરને વસાવવા એટલા પૈસા ખર્ચ નથી કરવામાં આવ્યા. આ યોજનામાં 500 બિલિયન ડોલરનો ખર્ચ થશે.
 • સાઉદી અરબની સામે છે ઘણા મુશ્કેલ પડકારો: હવે વાત એવી આવે છે કે સાઉદી અરબ પોતાનું એક સામ્રાજ્ય ઊભું કરવા જઈ રહ્યું છે પરંતુ સાઉદી જે સપનાના શહેરને વસાવવાની તૈયારીમાં વ્યસ્ત છે, તેનો રસ્તો એટલો સરળ બિલકુલ પણ નથી. કારણ કે તેના રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવશે. સૌથી પહેલા મુશ્કેલીની વાત કરીએ તો તે એ છે કે જે હાઈ ટેક્નોલોજીના આધાર પર તે રોબોટ, કૃત્રિમ ચંદ્ર, કૃત્રિમ વાદળો બનાવવાનો વિચાર કરી રહ્યા છે તે કેટલા સુરક્ષિત રહેશે, તેને લઈને હજુ અંગે નિષ્ણાતો સહમત નથી થયા.
 • જો આપણે બીજી સૌથી મોટી સમસ્યાની વાત કરીએ તો માનવાધિકાર કાર્યકરોની સમસ્યા છે સાઉદી અરબની સામે છે, જે પશ્ચિમી દેશોની ટોપની કંપનીઓને સાઉદી અરબના પ્રોજેક્ટમાં હાથ ન નાખવાની અપીલ કરી રહ્યા છે.
 • તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં જ્યારથી સાઉદી અરબ પર વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખાશોગીની હત્યાથી દાગ લાગ્યો છે. ત્યારથી આંતરરાષ્ટ્રીય સ્તર પર સાઉદી અરબની ખૂબ જ બદનામી થઈ છે. આવી સ્થિતિમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે જે રીતે દુબઈ, દોહા અને કતરમાં સુરક્ષાને લઈને વાતાવરણ છે શું સાઉદી અરબ પોતાની ઈમેજ તેમ જ બનાવી શકશે. તમને જણાવી દઈએ કે ખશોગીની તુર્કીમાં સાઉદી એમ્બેસીમાં હત્યા કરવામાં આવી હતી. ખશોગીની હત્યાની ટીકા વિશ્વભરના નેતાઓએ કરી હતી.

Post a Comment

0 Comments