લગાવાઇ ગઈ મહેંદી, અંકિતા લોખંડે વિકી જૈનના ઘરે જવા તૈયાર, સમારંભની તસવીરો આવી સામે

  • અંકિતા લોખંડેના લગ્નનો અવાજ ઘણા સમયથી સંભળાતો હતો અને હવે આખરે અંકિતા બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલાની ઉજવણી પણ મહેંદી સેરેમની સાથે શરૂ થઈ ગઈ છે.
  • હાલમાં અંકિતા લોખંડેની મહેંદીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જેમાં તે મહેંદી કલાકાર વીણા નાગડા સાથે જોવા મળી રહી છે.
  • આ તસવીરોમાં અંકિતા લોખંડે સંપૂર્ણપણે મહારાષ્ટ્રીયન લુકમાં સજ્જ જોવા મળે છે. લાલ બૉર્ડરવાળી પીળી સાડી, ગળામાં સુંદર નેકલેસ અને નાકની વીંટી. આ તસવીરોમાં અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી છે.
  • આ તસવીરો સિવાય અંકિતા લોખંડે મહેંદી લગાવતી હોવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અંકિતા પિંક કલરના સુંદર આઉટફિટમાં જોવા મળી રહી છે અને ખુબ ખુશ પણ દેખાય છે.
  • સાથે જ અંકિતા પણ આ વીડિયોમાં ડાન્સ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે. તમને જણાવી દઈએ કે બંનેએ હજુ સુધી તેમના લગ્નની તારીખ જાહેર કરી નથી. પરંતુ સમાચાર છે કે 2 દિવસ પછી એટલે કે 14 ડિસેમ્બરે અંકિતા વિકી જૈન સાથે લગ્ન કરશે.
  • અંકિતા લોખંડે અને વિકી જૈન મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જેમાં ટેલિવિઝનથી લઈને બોલિવૂડ સુધીની અનેક હસ્તીઓ જોવા મળશે. અંકિતાના ફેન્સ તેમના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Post a Comment

0 Comments