માંગ પટ્ટી, ગળામાં ચોકર નેકલેસ અને નાકમાં નથળી પહેરેલી એકદમ શાહી દુલ્હન લાગી કેટરિના કૈફ, જુવો તસ્વીરો

  • અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મોડી સાંજે જ્યારે બંને કલાકારોએ પોતાના લગ્નની તસવીરો ચાહકો સાથે શેર કરી તો દરેક આ લવિંગ કપલને જોતા રહી ગયા. લાલ આઉટફિટમાં સજ્જ કેટરીના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો લુક કોઈ શાહી રાજકુમારીથી ઓછો નહોતો લાગી રહ્યો હતો. તેના આઉટફિટથી લઈને જ્વેલરી સુધી દરેક વાત અનોખી હતી.
  • કેટરિના કૈફે મટકા સિલ્કના લાલ રંગના આઉટફિટ પહેર્યા હતા જેના પર ફાઈન ટીલ્લા વર્ક અને જરદોઝીથી એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી. તેની ચુનરી અને સાડી પર સોના અને ચાંદીના દોરાથી હાથથી કામ કરવામાં આવ્યું હતું.
  • કેટરિનાની જ્વેલરી વિશે પણ સબ્યસાચીના ઓફિશિયલ પેજ પર માહિતી આપવામાં આવી છે. કેટરિનાએ પોતાના લગ્નમાં જે જ્વેલરી પહેરી હતી તેમાં 22 કેરેટ સોનામાં અનકટ હીરાથી જડેલી જ્વેલરી હતી.
  • કેટરીના કૈફે પોતાના ગળામાં હીરાથી જડેલું ચોકર નેકલેસ પહેર્યું હતું જેમાં તેનો લુક બિલકુલ મહારાની જેવો લાગી રહ્યો હતો. કેટરિનાએ પોતાના નાકમાં મોટી નથળી પહેરી હતી જે તેના લુકને બિલકુલ શાહી બનાવી રહ્યો હતો.
  • કેટરિનાએ પોતાના માથા પર કુંદનથી જડેલી માથાપટ્ટી પહેરી હતી. આ સાથે જ તેણે પોતાના કાનમાં સોનાના ઝૂમકા પહેર્યા હતા.
  • કેટરીના કૈફની જ્વેલરીમાં હીરા અને સફાયરથી બનેલી સુંદર રિંગ પણ જોઈ શકાય છે. જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી હતી.
  • તેણે પોતાના હાથમાં કુંદનથી જડેલા હેવી કંગન પહેર્યા હતા. આ સાથે જ તેમના હાથમાં મોટી મોટી રિંગ્સ પણ જોઈ શકાય છે. આ સાથે જ કેટરીનાના કલીરે અને મંગલસૂત્રનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમની કલીરે હાર્ટ શેપમાં ડિઝાઈન કરવામાં આવી હતી.
  • કેટરિના કૈફ અને વિકી કૌશલના આ લુકને દરેક જોતા જ રહી ગયા. વિકી કૌશલ પણ તેના સુંદર ચહેરાથી નજર ન હટાવી શકતા હતા.

Post a Comment

0 Comments