ઘરમાં છે શાલિગ્રામ, તો જરૂરી જાણી લો આ નિયમ, આ ભૂલો શ્રીહરિને કરી દેશે નારાજ


  • શાલિગ્રામજીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેના સ્પર્શથી જ અનેક જન્મોના પાપ નાશ થઈ જાઈ છે. પરંતુ પૂજામાં કરવામાં આવેલી ભૂલો મુશ્કેલીમાં મૂકી શકે છે.
  • ભગવાન વિષ્ણુના વિગ્રહ સ્વરૂપ ગણાતા ભગવાન શાલિગ્રામની પૂજા કરવાના ઘણા લાભ છે. શાલિગ્રામજીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્ત પર પોતાની ખૂબ કૃપા કરે છે. શાલિગ્રામજી કાળા રંગનું ગોળાકાર સ્વરૂપ ધરાવે છે. હિંદુ ધર્મના મોટાભાગના અનુયાયીઓનાં ઘરમાં શાલિગ્રામજી સ્થાપિત હોય છે અને તેની દરરોજ પૂજા-આરતી કરવામાં આવે છે. પરંતુ ઘરમાં શાલિગ્રામજીને સ્થાપિત કરવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમ છે. જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
  • સ્પર્શ માત્રથી નાશ થઈ જાઈ છે પાપ: શાલિગ્રામ અમૂર્ત રૂપમાં હોય છે. કાળા રંગના ગોળ પથ્થરના રૂપમાં જોવા મળતા શાલિગ્રામજી એટલા પવિત્ર માનવામાં આવે છે કે ધાર્મિક માન્યતા મુજબ શાલિગ્રામજીને માત્ર સ્પર્શ કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થઈ જાઈ છે. આવી સ્થિતિમાં તેમની પૂજા કરવાથી મળતા ફળનો તો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. પરંતુ શાલિગ્રામજીની પૂજાને લઈને ધર્મ-શાસ્ત્રોમાં એક ખૂબ જ મહત્વની વાત કહેવામાં આવી છે કે ક્યારેય પણ વિવાહિત મહિલાઓએ શાલિગ્રામજીને સ્પર્શ ન કરવા જોઈએ. જો કે કુંવારી છોકરીઓ શાલિગ્રામજીને સ્પર્શ કરી શકે છે.
  • શાલિગ્રામજીની પૂજા કરવાના નિયમ: 
  • શાલિગ્રામજીને તમારા ઘરમાં રાખવા ઈચ્છો છો, તો કોઈ સંત દ્વારા આપવામાં આવેલ શાલિગ્રામજીને રાખો. આમ કરવું સૌથી શુભ હોય છે. ભૂલથી પણ વિવાહિત વ્યક્તિથી ન તો શાલિગ્રામ લો અને ન આપો. આમ કરવાથી જીવનમાં પાયમાલી આવી શકે છે.
  • શાલિગ્રામજીને ક્યારેય પણ અક્ષત એટલે કે ચોખા ન ચઢાવો. જો ચઢાવવા પડે તો તેના પર હળદર લગાવી લો અને પછી પીળા અક્ષત અર્પણ કરો.
  • શાલિગ્રામજી જો ઘરમાં સ્થાપિત કરેલા છે તો દરરોજ તેમની પૂજા કરો. પૂજાના ક્રમનો ભંગ કરવો અશુભ માનવામાં આવે છે.
  • જે ઘરમાં શાલિગ્રામજી સ્થાપિત હોય ત્યાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. નહિ તો જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવી શકે છે.

Post a Comment

0 Comments