આર્મી હેલિકોપ્ટર ક્રેશ: જનરલ રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા જવાનોની તસવીરો આવી સામે જુવો

  • CDS Bipin Rawat Death: ભારતના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર થઈ ગયા. ભારતીય વાયુસેના અને અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે 2019 માં સીડીએસ નિયુક્ત કરવામાં આવ્યા જનરલ રાવત અને તેમના દળને લઈ જઈ રહ્યું હેલિકોપ્ટર સંભવતઃ ધુમ્મસભર્યા હવામાન પરિસ્થિતિમાં દુર્ઘટનાનો શિકાર થયું જેમાં 13 લોકોનો જીવ ચાલ્યો ગયો.
  • વાયુસેનાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ડીએસએસસીના ડાયરેક્ટીંગ સ્ટાફ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એસસી ઘાયલ છે અને હાલમાં મિલિટરી હોસ્પિટલમાં વેલિંગટનમાં તેની સારવાર ચાલી રહી છે. દુર્ઘટના સમયે વાયુસેનાના એમઆઈ-17વી-5 હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. 
  • 14 લોકોમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ સિવાય બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનેંટ કર્નલ હરજિંદર સિંહ, એનકે ગુરસેવક સિંહ, વિંગ કમાંડર પીએસ ચૌહાણ, એનકે જીતેન્દ્ર કુમાર, જેડબ્લ્યુઓ પ્રદીપ એ, જેડબ્લ્યુઓ દાસ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, એલ/નાયક વિવેક કુમાર, એલ/નાયક બી સાઈ તેજા અને હવાલદાર સતપાલ શામેલ હતા. (જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવત)
  • પીડિતોના મૃતદેહને ગુરુવારે સવારે કોઈમ્બતુરથી એરલિફ્ટ માર્ગથી નવી દિલ્હી લઈ જવામાં આવશે. આ પહેલા આવતીકાલે વેલિંગટનમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. વાયુસેનાએ એક ટ્વિટમાં કહ્યું, "ખૂબ જ અફસોસ સાથે તેની પુષ્ટિ થઈ છે કે દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને 11 અન્યના મોત થઈ ગયા છે." 
  • વાયુસેનાએ કહ્યું કે એમઆઈ-17વીએચ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી'નો આદેશ આપવામાં આવ્યો છે. હેલિકોપ્ટરે કોઈમ્બતુર પાસે સુલુર વાયુસેના બેઝ પરથી ઉડાન ભરી હતી. સત્તાવાર સૂત્રોએ કહ્યું કે હેલિકોપ્ટર સવારે 10.30 વાગ્યે ઉડાન ભરી હતી અને કુન્નુર ફાયર સ્ટેશનને 12 વાગ્યે ઘટનાની માહિતી મળી. જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) જઈ રહ્યા હતા જ્યાં તેને શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના હતા. 
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુર્ઘટનાની માહિતી આપી છે અને વાયુસેના ચીફને દુર્ઘટના સ્થળે પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. સિંહ જનરલ રાવતના ઘર પર પણ ગયા અને તેમની પુત્રી સાથે વાત કરી.
  • વડાપ્રધાનની આગેવાની હેઠળ સાક્ષા મામલાની મંત્રીમંડળીય સમિતિ (સીસીએસ)ને દુર્ઘટના વિશે માહિતી આપવામાં આવી અને મંત્રીમંડળના ટોપના સભ્યોએ જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો. 
  • એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર ધુમ્મસની સ્થિતિમાં હેલિકોપ્ટર ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યું હતું, અને અહીં એક ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. હેલિકોપ્ટર ઝાડ સાથે અથડાઈને જમીન પર પડ્યું અને પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. 
  • એક પ્રત્યક્ષદર્શી પેરુમલે જણાવ્યું કે હેલિકોપ્ટર પડતી વખતે એક ઘર સાથે પણ અથડાયું. જો કે ઘરમાં દુર્ઘટના સમયે કોઈ ન રહેવાથી કોઈને ઈજા ન થઈ પરંતુ ઘરને તેનાથી નુકસાન થયું. તેમણે કહ્યું કે આગમાં સળગી ગયેલા બે લોકો હેલિકોપ્ટરથી નીચે પડી ગયા.
  • હેલિકોપ્ટર જંગલ એરિયામાં દુર્ઘટનાગ્રસ્ત થયું જે વૃક્ષોને નુકસાન પહોંચ્યું અને પછી લાગી આગને કારણે તે બળીને રાખ થઈ ગયા. સ્થાનિક લોકો ઘાયલોને બચાવવા માટે મદદ માટે સૌથી પહેલા પહોંચ્યા. જો કે તે આગની પ્રચંડ જ્વાળાઓને કારણે પીડિતોની મદદ ન કરી શક્યા અને તેને અધિકારીઓને જાણ કરી. આ દુર્ઘટના વધુ મોટી બની શકતી હતી જો હેલિકોપ્ટર માનવ વસવાટથી થોડે દૂર ન પડ્યું હોત.

Post a Comment

0 Comments