NCBએ પોતાના સૌથી તેજ તરાર અધિકારીની આર્યન કેસમાં કરી નિમણૂક, જાણો તેના વિશે

  • ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીનો મામલો અત્યાર સુધી હેડલાઇન્સમાં રહ્યો છે. આર્યન ખાનને જામીન મળ્યાને થોડા દિવસો પણ થયા ન હતા અને સમાચાર આવ્યા કે આ મામલાની તપાસ કરી રહેલા અધિકારી અને NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આ તપાસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
  • સમીર વાનખેડેને હટાવવાની સાથે હવે તપાસ SIT હેડ સંજય સિંહને સોંપવામાં આવી છે એટલા માટે અમે તમને જણાવી રહ્યા છીએ કોણ છે સંજય સિંહ! જેમને આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સોંપવામાં આવી છે.
  • 1996 બેચના ક્લીન કોલર ઇમેજ ધરાવતા સંજય સિંહે ઘણા મોટા કેસની તપાસ કરી છે અને અત્યાર સુધી તેમના પર કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. એનસીબીમાં જોડાતા પહેલા સંજય સિંહ સીબીઆઈમાં ડીઆઈજી તરીકે પણ તૈનાત રહી ચૂક્યા છે. તે ઓરિસ્સા કેડરના IPS અધિકારી છે સંજયે ઘણા વર્ષો સુધી ઓરિસ્સા પોલીસમાં સેવા આપી હતી.
  • તેણે અનેક એન્ટી-ડ્રગ ડ્રાઈવો અને ડ્રગ હેરફેરના કેસોની તપાસ કરી છે એટલે કે ડ્રગ સંબંધિત કેસોમાં તેની પાસે લાંબો અનુભવ છે અને કદાચ તેથી જ આ હાઈ-પ્રોફાઈલ કેસ તેને સોંપવામાં આવ્યો છે.
  • સંજય સિંહ આર્યન ખાન કેસની તપાસ જ નહીં પરંતુ તેની સાથે નવાબ મલિકના જમાઈ સમીર ખાનની તપાસ પણ તેમને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનના કેસની તપાસ સૌપ્રથમ સમીર વાનખેડે દ્વારા કરવામાં આવી હતી અને આરોપ છે કે તેના કારણે નવાબ મલિકના જમાઈને જેલમાં રહેવું પડ્યું હતું.
  • તાજેતરમાં જ નવાબ મલિકે સમીર વાનખેડે પર નકલી જન્મ પ્રમાણપત્રનો આરોપ લગાવ્યો હતો અને તેને મુસ્લિમ કહ્યો હતો. આ સાથે તેમના પર ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા.
  • ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસની તપાસમાંથી હટાવ્યા બાદ સમીર વાનખેડેએ પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે મને તપાસમાંથી હટાવવામાં આવ્યો નથી મેં કોર્ટને કહ્યું હતું કે તપાસ કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા થવી જોઈએ. દિલ્હી NCBની SIT હવે આર્યન ખાન અને સમીર ખાનના કેસની તપાસ કરી રહી છે. આ દિલ્હી અને મુંબઈની ટીમો વચ્ચે પરસ્પર સંકલનની બાબત છે.
  • 2 ઓક્ટોબરના રોજ NCBએ મોડી રાત્રે ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીમાંથી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં આર્યન ખાન સહિત ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેની પણ પૂછપરછ કરવામાં આવી છે. લગભગ 26 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ આર્યન ખાનને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યન જામીન પર બહાર છે અને હાઈકોર્ટે તેને કેટલીક શરતો બાદ છોડી દીધો છે.

Post a Comment

0 Comments