આથિયા શેટ્ટીએ કેએલ રાહુલ સાથેના તેના સંબંધોની લગાવી મહોર, સુનીલ શેટ્ટીએ આપી આવી પ્રતિક્રિયા

  • T20 વર્લ્ડ કપ 2021ની 37મી મેચમાં ભારતે સ્કોટલેન્ડને 8 વિકેટે હરાવ્યું. ભારતે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર 6.3 ઓવરમાં જીત મેળવી લીધી. આ સાથે ભારતની સેમીફાઈનલમાં જવાની આશા અકબંધ છે. આ જીતમાં ઓપનર કેએલ રાહુલે મહત્વની ભૂમિકા ભજવી છે.
  • કેએલ રાહુલે આ મેચમાં માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જે આ વર્લ્ડ કપનો રેકોર્ડ પણ બની ગયો છે. આ મેચ બાદ કેએલ રાહુલે એક્ટ્રેસ આથિયા શેટ્ટી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
  • સ્કોટલેન્ડ સામે રાહુલે બેટિંગ કરતાં માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ દરમિયાન રાહુલે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. મેચ વિનિંગ ઇનિંગ્સ પછી રાહુલે ઇન્સ્ટાગ્રામ પર અથિયા સાથે પોતાની એક તસવીર શેર કરી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. રાહુલે તસવીર સાથે જે મેસેજ લખ્યો હતો તેનાથી અભિનેત્રી આથિયા પ્રત્યેનો તેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રાહુલે 2 સુંદર તસવીરો શેર કરી છે. સાથે લખ્યું કે હેપ્પી બર્થડે માય આથિયા.
  • આ બેટ્સમેને હાર્ટ ઇમોજી સાથે કેપ્શન શેર કર્યું છે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા, પંખુરી શર્મા, સંજના ગણેશને પણ હાર્ટ ઇમોજી શેર કરીને આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે 5 નવેમ્બરના રોજ અથિયાએ તેનો 29મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને તેના જન્મદિવસ પર કેએલ રાહુલે શાનદાર ઇનિંગ કરીને બધાના દિલ જીતી લીધા હતા.
  • આ દરમિયાન તે સ્ટેડિયમમાં રાહુલનો ઉત્સાહ વધારતી પણ જોવા મળી હતી. પ્રશંસકોએ રાહુલની ઝડપી અડધી સદી પર ટિપ્પણી કરી અને કહ્યું કે તેણે આથિયા અને વિરાટ કોહલીને ભેટ આપી છે. હકીકતમાં, 5 નવેમ્બરે ભારતીય કેપ્ટન કોહલીનો પણ 33મો જન્મદિવસ હતો.
  • રાહુલે શેર કરેલી તસવીરમાં આથિયા અને રાહુલ સાથે બેઠેલા જોવા મળે છે. કેએલ રાહુલે 2 તસવીરો શેર કરી છે. સુનીલ શેટ્ટી અને અહાન શેટ્ટીએ પણ હાર્ટ ઈમોજી બનાવીને રાહુલ અને અથિયાની આ તસવીરો પર કોમેન્ટ કરી છે. અહાન અને સુનીલ ઉપરાંત ટાઈગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફે પણ આ તસવીરો પર કોમેન્ટ કરી છે.
  • ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આથિયા અને કેએલ રાહુલે તેમના સંબંધો પર મૌન સેવ્યું હતું. જો કે તેમની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી હતી. તેમના સંબંધોની વધુ ચર્ચા ત્યારે થઈ જ્યારે રાહુલે લંડનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝ દરમિયાન બીસીસીઆઈના દસ્તાવેજોમાં અથિયાને તેના પાર્ટનર તરીકે જણાવ્યું હતું.
  • વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આથિયા શેટ્ટીએ 2015માં ફિલ્મ 'હીરો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેની ફિલ્મ 'મુબારકાં' વર્ષ 2017માં રીલિઝ થઈ હતી અને આ પછી 2019માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેની ફિલ્મ 'મોતીચુર ચકનાચૂર' આવી હતી. ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અત્યારે આથિયા પાસે કોઈ આગળનો પ્રોજેક્ટ નથી.

Post a Comment

0 Comments