પાકિસ્તાનમાં માં ગાળો ખાનાર બોલર હસન અલીની ભારતીય પત્ની છે બેહદ ખુબસુરત, જુવો તસવીરો

 • ICC T20 વર્લ્ડ કપ 2021ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની કારમી હાર બાદ હસન અલી પાકિસ્તાની પ્રશંસકોના નિશાના પર આવી ગયો છે. મેચ દરમિયાન એક સમયે એવું લાગતું હતું કે બાબર સેના આ મેચ આસાનીથી જીતી જશે પરંતુ ફિલ્ડર હસન અલીની એક ભૂલે તેની આશા પર પાણી ફેરવી દીધું. ઓસ્ટ્રેલિયાની જીત બાદ હસનની પત્ની શામિયા આરઝૂને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે કારણ કે તેના ભારત સાથે ગાઢ સંબંધ છે.
 • હસન અલીએ ભારતીય યુવતીને દિલ આપ્યું
 • હસન અલી એ પાકિસ્તાની ક્રિકેટરોની યાદીમાં સામેલ છે જેમને ભારતના જમાઈ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેની પત્ની શામિયા આરઝૂના મૂળ ભારતની છે.
 • હરિયાણાની યુવતી સાથે લગ્ન કર્યા
 • પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ 20 ઓગસ્ટ 2019ના રોજ શામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા હતા. શામિયા મૂળ હરિયાણાના નૂહ જિલ્લાના મેવાત વિસ્તારની છે.
 • લગ્ન દુબઈમાં થયા
 • હસન અલી અને શમિયા આરઝૂના લગ્ન દુબઈમાં થયા હતા જેમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. હસનના જણાવ્યા અનુસાર શામિયા સાથે તેની પહેલી મુલાકાત ડિનર દરમિયાન થઈ હતી. થોડો સમય મળ્યા પછી હસને શામિયાને પ્રપોઝ કર્યું.
 • એન્જિનિયર છે શામિયા આરઝૂ
 • શામિયા આરઝૂએ એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેમનો પરિવાર દુબઈમાં રહે છે જ્યારે તેમના પરિવારના કેટલાક સભ્યો પણ દિલ્હીમાં રહે છે.
 • શામિયા આરઝૂ કોહલીને પસંદ કરે છે
 • હસન અલીની પત્ની શમિયા આરઝૂએ એકવાર ઈન્સ્ટાગ્રામ પર ચાહકોના સવાલોના જવાબ આપ્યા અને કહ્યું કે વિરાટ કોહલી તેનો ફેવરિટ બેટ્સમેન છે. હસન અલીએ પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં 15 ટેસ્ટ, 57 વનડે અને 47 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. હસન અલીએ 2017માં પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Post a Comment

0 Comments