અજય દેવગણના એક નહીં પરંતુ 8 હીરોઇનો સાથે રહ્યા હતા સંબંધો, કાજોલે પકડ્યો હતો રંગે હાથે

 • વિશાલ વીરુ દેવગન જેને આપણે બધા અજય દેવગન તરીકે જાણીએ છીએ અજય એક ભારતીય ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે. તેમની ગણના હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી અભિનેતાઓમાં થાય છે. અજય દેવગણે અત્યાર સુધીમાં સોથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા છે.
 • આજે અજય દેવગન અને કાજોલની જોડી ઈન્ડસ્ટ્રીના સૌથી ફેમસ કપલ્સમાંથી એક છે. તેમના લગ્નને 21 વર્ષ વીતી ગયા છે. ભાગ્યે જ કોઈ જાણતું હશે કે અજય દેવગનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. લગ્ન પહેલા અને લગ્ન પછી પણ અજયના પ્રેમની વાતો સામાન્ય હતી. આજે અમે તમને અજયના પ્રેમ સંબંધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
 • અજય અને કંગના રનૌત
 • જ્યારે બંને વન અપોન અ ટાઈમ ઈન મુંબઈનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે કંગના રનૌત સાથે અજય દેવગણનું નામ કથિત રીતે જોડાયું હતું. સ્ટોરી મુજબ અજયને કંગના સાથે રોમાન્સ કરવાનો હતો. પરંતુ આ બંનેનો રોમાન્સ રિયલ લાઈફમાં શરૂ થયો હતો.
 • કંગના અજય સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ અને તે અજય માટે સારું નહોતું કારણ કે તેનો તેની પત્નીને છોડવાનો કોઈ ઈરાદો નહોતો. જ્યારે કાજોલને આ બંનેની વધતી નિકટતા વિશે ખબર પડી ત્યારે કાજોલે અજયને ઘર છોડી જવાની ધમકી આપી હતી.
 • કરિશ્મા કપૂર અને અજય દેવગન
 • અજય દેવગણ અને કરિશ્મા કપૂર 90ના દાયકાના સૌથી હોટ કપલ્સમાંથી એક હતા. બંનેએ 5 થી વધુ ફિલ્મોમાં મુખ્ય જોડી તરીકે કામ કર્યું હતું અને તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી વાસ્તવિક જીવનમાં પણ જોવા મળી રહી હતી. તેના અફેરના સમાચાર દરેક મેગેઝીન અને અખબારોમાં છપાયા હતા.
 • અજય અને રવિના ટંડન
 • અજય અને રવિના દિલવાલેના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા અને તે સમયે રવિના સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક હતી. 'દિવ્યશક્તિ', 'દિલવાલે', 'એક હી રાસ્તા' જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે બંને એકબીજાને દિલ આપી રહ્યા હતા. તેમના અફેરની ચર્ચાઓ થવા લાગી. આ દરમિયાન અજયનું દિલ બીજી કોઈ અભિનેત્રી પર આવી ગયું.
 • રવીના અજયના પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે તેના માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. બાદમાં અજયે તેને રવીનાનો પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.
 • અજય દેવગન અને મનીષા
 • અજય દેવગન પણ અભિનેત્રી મનીષાની ખૂબ નજીક રહ્યો છે. કહેવાય છે કે ધનવાનના શૂટિંગ દરમિયાન મનીષાને અજય સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ તે સમયે અજય દેવગન કરિશ્માના પ્રેમમાં પાગલ હતો. તેથી જ આ પ્રેમ એકતરફી હતો.
 • અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ
 • અજય દેવગન ફિલ્મ 'દે દે પ્યાર દે'માં રકુલ પ્રીત સિંહ સાથે જોવા મળ્યો હતો. સેટ પર બંનેની ખૂબ જ સારી મિત્રતા હતી પરંતુ કેટલાક લોકોએ તેને અફેર ગણાવ્યું. આ સમાચાર ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ઠંડા પડી ગયા હતા.
 • અજય દેવગન અને ઇલિયાના ડીક્રુઝ
 • અજય દેવગનના ઇલિયાના સાથેના સંબંધોએ ભારે ચર્ચા જગાવી છે. બંનેના અફેરની ચર્ચાએ બોલિવૂડની ગોસિપ જગતમાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ બંને વચ્ચે નિકટતા એટલી વધી ગઈ હતી કે કાજોલ અને અજયનું લગ્ન જીવન જોખમમાં આવી ગયું હતું.
 • અજય દેવગન અને કાજલ અગ્રવાલ
 • સિંઘમ ગર્લ કાજલ અગ્રવાલનું નામ પણ અજય દેવગન સાથે જોડવામાં આવ્યું છે. આ બંને વચ્ચેના સંબંધોની બહુ ચર્ચા થઈ ન હતી.
 • અજય દેવગન અને તબ્બુ
 • તબ્બુનું અજય સાથે અફેર હતું કે નહીં તે અંગે દાવો કરી શકાય તેમ નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તબ્બુને અજય સાથે પ્રેમ થઈ ગયો હતો. તબ્બુએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું સિંગલ છું તેનું કારણ અજય દેવગન છે.

Post a Comment

0 Comments