200 કરોડની છેતરપિંડી કરનાર સુકેશ સાથે રિલેશનમાં હતી નોરા ફતેહી ? સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા

  • બોલિવૂડ પર આ દિવસોમાં સંકટના વાદળો છવાયેલા છે. એક તરફ જ્યાં NCB આર્યન ખાન અને અન્ય સ્ટાર કિડ્સ પર પોતાની પકડ મજબૂત કરી રહી છે. બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની નજર પણ બાજની જેમ ફિલ્મસ્ટાર પર છે. તાજેતરમાં જ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં દિલબર યુવતી નોરા ફતેહીનું નામ સામે આવ્યું છે. આ કેસમાં નોરા ફતેહીને પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા થોડા દિવસો પહેલા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.
  • આ દરમિયાન ડાન્સિંગ ગર્લ નોરા ફતેહીએ સુકેશ ચંદ્રશેખર પાસેથી BMW કાર લીધી હોવાની કબૂલાત કરી હતી. આ પછી નોરા ફતેહીની મોંઘી કાર સાથેની તસવીરો સામે આવી છે. આવી સ્થિતિમાં લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ એ જ કિંમતી કાર છે જે આરોપી સુકેશ ચંદ્રશેખરે નોરાને ગિફ્ટ કરી હતી. આ પછી જ્યારે સુકેશને પૂછવામાં આવ્યું તો તેણે પણ આ અંગે પ્રતિક્રિયા આપી અને કબૂલાત કરી કે તેણે નોરા ફતેહીને કાર ગિફ્ટ કરી હતી.
  • તમને જણાવી દઈએ કે જ્યારે 200 કરોડના મની લોન્ડરિંગના કેસમાં સજા કાપી રહેલા આરોપી સુકેશ ચંદ્રશેખરની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે તેણે નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડિસને લક્ઝરી કાર સહિત ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી હતી. આ કેસમાં 14 ઓક્ટોબરે નોરા અને સુકેશને સામસામે બેસીને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન નોરાએ પોતે 1 કરોડથી વધુની મોંઘી લક્ઝરી કાર ગિફ્ટમાં લીધી હોવાનું કબૂલ્યું હતું. આ કાર 2020માં એક ઈવેન્ટ દરમિયાન ચેન્નાઈમાં નોરાને ગિફ્ટ કરવામાં આવી હતી.
  • શું છે સમગ્ર મામલો
  • તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સુકેશ ચંદ્રશેખરે તિહાર જેલમાં રહેતા એક મોટા ઉદ્યોગપતિની પત્ની પાસેથી તેના સંપર્કોમાંથી લગભગ 200 કરોડ રૂપિયાની ખંડણી વસૂલ કરી હતી. આ કેસમાં આરબીએલ બેંકના અધિકારીઓ સહિત તિહાર પ્રશાસનના કેટલાક લોકોની સંડોવણી હોવાની ચર્ચા હતી જેમની ધરપકડ કરવામાં આવી છે.
  • આ કેસમાં સુકેશની પત્ની લીના પોલનું નામ પણ સામે આવ્યું હતું. લીના તેના પતિને ખંડણીના કેસમાં મદદ કરતી હતી. 23 ઓગસ્ટના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર અને ફિલ્મ અભિનેત્રી લીના પૉલના ચેન્નાઈના બંગલામાં દરોડા પાડ્યા હતા જેઓ તિહાર જેલની અંદરથી અત્યાર સુધીની સૌથી મોટી ખંડણી (200 કરોડ) એકત્ર કરવાના આરોપમાં હતા. આ કાર્યવાહી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેના ઘરેથી મોટી રકમની રોકડ મળી હતી. આ ઉપરાંત અહીંથી 15 લક્ઝરી વાહનો પણ મળી આવ્યા હતા.
  • હાઈપ્રોફાઈલ ઠગ સુકેશ જેલમાંથી પણ ઘણા મોટા ઉદ્યોગપતિઓના સંપર્કમાં હતો. તે તેમને ફોન કરીને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં મામલો ઉકેલવાનો દાવો કરીને પૈસા વસૂલતો હતો.
  • કોણ છે સુકેશ ચંદ્રશેખર
  • કર્ણાટકના બેંગ્લોરથી આવતા સુકેશ ચંદ્રેશખરને વૈભવી જીવન જીવવાની ખેવનાથી દુષ્ટ ઠગ બન્યો છે. સુકેશ એ જ વ્યક્તિ છે જેણે AIADMKના ડેપ્યુટી ચીફ ટીટીવી દિનાકરણને 2 કરોડ રૂપિયામાં ચૂંટણી ચિન્હ લેવા કહ્યું હતું. મામલો પ્રકાશમાં આવતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચે સુકેશની ધરપકડ કરી હતી. 2007 થી સુકેશ સતત તેના ઠેકાણા બદલી રહ્યો છે. તેને સુંદર મકાનો અને લક્ઝરી કારનો શોખ છે.

Post a Comment

0 Comments