વેચવા જઈ રહ્યા છો તમારો જૂનો iPhone? તરત કરો આ 6 જરૂરી કામ, નહીં તો પડી શકો છો મુશ્કેલીમાં


  • નવમી પેઢીના આઈપેડ અને આઈપેડ મીની સાથે નવી આઈફોન 13 સીરીઝ આખરે અહીં આવી ગઈ છે. હંમેશની જેમ નવા એપલ iPhone 13 સીરીઝને ખરીદવા ઈચ્છતા લોકો માટે હવે ડીલ અને એક્સચેંજ ઓફર ઉપલબ્ધ છે. એટલું જ નહીં એપલની સાથે સાથે એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય જેવી ઈ-કોમર્સ વેબસાઈટ પણ આકર્ષક એક્સચેંજ ડીલ ઓફર આપી રહી છે. જો તમે નવો આઈફોન અથવા આઈપેડ ખરીદવા ઈચ્છો છો અને જૂના આઈફોન વેચવા ઈચ્છો છો તો તમારે જૂના આઈફોનમાં 6 જરૂરી કામ કરવા પડશે. જો તમે આમ નથી કરતા તો મુશ્કેલીમાં પડી શકો છો. ચાલો તેના વિશે જાણીએ ...
  • iCloud નો ઉપયોગ કરી તમારો ડેટા ટ્રાંસફર કરવાનું ન ભૂલો: તમારા iPhone અથવા iPadને આપતા પહેલા સુનિશ્ચિત કરવા માટે તમારે તમારા ડેટાને સુરક્ષિત રીતે બેકઅપ લેવું જોઈએ. iCloud પર તમારા ડેટાનું બેકઅપ લેવા માટે તમારે સેટિંગ્સ iCloud iCloud બેકઅપ પર જવું જોઈએ અને ઓટોમેટિક બેકઅપ ચાલુ કરવું જોઈએ.
  • iTunes નો ઉપયોગ કરી તમામ ઓફલાઈન ડેટા ટ્રાંસફર કરવાનું ન ભૂલો: જો તમારી પાસે તમારા iCloud માં જગ્યા નથી અથવા ઈંટરનેટ કનેક્શન નથી, તો તમે Apple ના iTunes સોફ્ટવેરનો ઉપયોગ કરી તમારા ડેટાનું બેકઅપ લઈ શકો છો. તમે કોઈ પણ મેક અથવા પીસી પર આઈટ્યુન્સ ઈન્સ્ટોલ કરી શકો છો અને વાઈ-ફાઈ અથવા ટ્રાંસફર કેબલ દ્વારા તમારા ડિવાઈસને કનેક્ટ કરી તમારા ડેટાનું બેકઅપ લઈ શકો છો.
  • તમારા iPhone અથવા iPad થી કનેક્ટેડ ડિવાઈસને અનપેયર કરવાનું ન ભૂલો: એકવાર તમે તમારા એપલ ઉપકરણોનું બેકઅપ લઈ લો તો તમારે અન્ય ઉપકરણોને ડિસ્કનેક્ટ કરી દેવા જોઈએ જેનાથી તમારો iPhone અથવા iPad જોડાયેલ છે. તમે વોચ એપનો ઉપયોગ કરી તમારી એપલ વોચને અનપેયર કરી શકો છો અને બ્લૂટૂથ વિભાગમાંથી એરપોડ્સને દૂર કરી શકાય છે.
  • તમારો iPhone વેચતા પહેલા, iMessage અને FaceTime એકાઉન્ટ્સને અનલિંક કરવાનું ન ભૂલો: તમારે તમારા iMessage અને FaceTime એકાઉન્ટને અનલિંક કરી દેવા જોઈએ. તમારા ડિવાઈસ પર iMessage ને બંધ કરવા માટે, સેટિંગ્સ Message પર જાઓ અને ટોગલ પર ટેપ કરો. ફેસટાઈમ એકાઉન્ટ્સને સેટિંગ્સ ફેસટાઈમ પર જઈને પણ બંધ કરી શકાય છે.
  • iCloud અને એપ સ્ટોરથી સાઈન આઉટ કરવાનું ન ભૂલો: ડેટાનો બેકઅપ લીધા પછી તમે તમારા iCloud ને સાઈન આઉટ કરી દો. તે તમારા ડિવાઈસ પર ફાઈંડ માય ફિચરને પણ નિષ્ક્રિય કરશે. જો ફાઈંડ માય ફીચર તમારા ડિવાઈસ પર ડિસેબલ નથી, તો કોઈ પણ નવા યુઝર માટે તે ડિવાઈસનો ઉપયોગ કરવો મુશ્કેલ બનશે.
  • તમારા ડિવાઈસને ઈરેઝ કરવાનું ન ભૂલો: ઉપરોક્ત જણાવેલ તમામ કામ કર્યા પછી તમારે હવે તમારા ડિવાઈસથી તમામ ડેટા ઈરેઝ કરવો પડશે. વેચવા અથવા કોઈને આપતા પહેલાં આ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. તમે સેટિંગ્સ સામાન્ય રીસેટ તમામ કંટેંટ અને સેટિંગ્સ ઈરેઝ કરી તમારો ડેટા કાઢી શકો છો. તમારો એપલ આઈડી પાસવર્ડ દાખલ કરો અને ઈરેઝ પર ટેપ કરો.

Post a Comment

0 Comments