આટલા કરોડની સ્ંપતિની એકલી માલકીન છે નેહા કક્કર, એક ગીતના લે છે આટલા અધધ રૂપિયા

  • બોલીવુડ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એકથી એક ચઢિયાતા સિંગર રહ્યા છે, જેમણે પોતાના અવાજના જાદુથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે. આજે અમે તેમાંથી જ એક એવી સિંગર વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ પરિચયની મહોતાજ નથી. હા, આ સિંગર એક ચમકતી સ્ટાર છે, બોલીવુડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર, જે આજે તે સ્થાન પર છે કે દરેક બાળકની જીભ પર તેનું નામ છે. નેહાએ પોતાની કારકિર્દીની શરૂઆત 2006 માં સિંગિંગ રિયાલિટી શો ઈંડિયન આઈડોલ-2 થી કરી હતી અને તે ઈંડિયન આઈડલમાં તે ટોપ ફાઈવમાં સ્થાન મેળવવામાં પણ સફળ રહી હતી. પરંતુ તે પછી તે ફાઈનલમાં હારી ગઈ. તે સમયે નેહાને ખૂબ જ દુ:ખ થયું હતું. પણ તેણે હાર ન માની.
  • ત્યાર પછી નેહાએ પોતાનું એક આલ્બમ કાઢ્યું "નેહા ધ રોકસ્ટાર" ના નામથી. આ આલ્બમ પછી તો નેહાની પાંખો ઉડી ગઈ હતી. પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહીં અને પછી તેણે મ્યુઝિક ઈંડસ્ટ્રીને એકથી એક ચઢિયાતા જબરદસ્ત હિટ ગીતો આપ્યા. આ દરમિયાન નેહાએ યુટ્યુબ પર પણ પોતાની ફેન ફોલોઈંગ ઘણી વધારી. નેહાએ યુટ્યુબ પર તેના ગીતો અપલોડ કરવાનું શરૂ કરી દીધું. યુટ્યુબે નેહાને રાતોરાત સેલિબ્રિટી બનાવી દીધી. નેહાનું ગીત 'મિલે હો તુમ હમકો' યુટ્યુબ પર જોરદાર હિટ રહ્યું હતું. નેહાને તેના ચાહકો પ્રેમથી ભારતીય શકીરા કહે છે.
  • નેહા કક્કરનો જન્મ 6 જૂન 1988 ના રોજ દેવ ભૂમિ ઋષિકેશ ઉત્તરાખંડમાં થયો હતો. પછી નેહાનો પરિવાર દિલ્હીમાં શિફ્ટ થઈ ગયો. નેહાને બાળપણથી જ સિંગિંગનો શોખ હતો. તેણે એક ઈંટરવ્યુમાં કહ્યું હતું કે, "તે તેની સંગીત આઈડલ મોટી બહેન સોનુ કક્કરને માને છે". નેહાએ દિલ્હીની ન્યૂ હોલી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. પરંતુ તેના ચાહકોને આ વાત જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે નેહાએ તેની શાળા પણ પૂર્ણ નથી કરી. તેણે ફક્ત 11 મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તે એટલા માટે છે કારણ કે તે જ સમયે નેહાએ પરીક્ષાઓ આપી હતી અને તે જ સમયે નેહા ઈંડિયન આઈડલ માટે પસંદગી થઈ ગઈ હતી. નેહાએ અભ્યાસ અને તેના પેશનમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. નેહાએ પોતાનું પેશન પસંદ કર્યું અને 11 ધોરણ પછી જ અભ્યાસને અલવિદા કહી દીધું.
  • નેહાએ તેની મોટી બહેન સોનુ કક્કરને ગાતા જોઈ ગાવાનું શરૂ કર્યું હતું. નેહા બાળપણથી દિલ્હીમાં માતાના જાગરણમાં ગાતી હતી. નેહા જણાવે છે કે ઘણી વખત માતાની ચોકીમાં ગાતી વખતે તે ઉંઘી જતી હતી. આ રીતે તેમનું બાળપણ મ્યુઝિકને એંજોય કરવામાં પસાર થયું. નેહા એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેણે પોતે એક ઈંટરવ્યુમાં આ વાત જણાવી હતી કે બાળપણના દિવસોમાં ઋષિકેશમાં જે શાળામાં તે અભ્યાસ કરતી હતી તે શાળા સામે તેના પિતાજી સમોસા વેચવાનું કામ કરતા હતા. આ કારણથી તે ખુબ જ સામાન્ય પરિવારથી આવતી હતી પરંતુ તેના સપના સામાન્ય ન હતા. 
  • નેહાના હિટ ગીતોને કારણે જ તેને બોલીવુડમાં ગીતોની ઓફર મળવા લાગી અને આજે તે બોલીવુડની ટોપની મહિલા સિંગર બની ગઈ છે અને એક ગીતના 10 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. નેહાએ પોતાની પ્રોપર્ટી બનાવી અને તેને મોંઘી ગાડીઓનો પણ શોખ છે જો નેહાની સંપતિની વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે મીડિયા સૂત્રોના આધારે નેહા કક્કરની કુલ સંપત્તિ 60-70 કરોડ રૂપિયા છે અને એટલું જ નહીં નેહા કક્કર પાસે 8 મોટી અને મોંઘી કાર છે. સામૂહિક ગાડીઓમાં ઓડી રેંજ ઓવરનો પણ શામેલ છે.

Post a Comment

0 Comments