ગુરુ અને શનિનું એક જ રાશિમાં આવવું આ લોકોને કરશે માલામાલ, મળશે અપાર સફળતા


  • આ સમયમાં શનિ અને દેવગુરુ બૃહસ્પતિ મકર રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અને દેવગુરુ બૃહસ્પતિને મહત્વના ગ્રહો માનવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ અને શનિ એક જ રાશિમાં આવવાના કારણે શુભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગના સર્જનથી કેટલીક રાશિઓને લાભ થવાનો છે. જ્યોતિષમાં શનિને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિના અશુભ પ્રભાવથી વ્યક્તિનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ જાઈ છે પરંતુ એવું નથી કે શનિ માત્ર અશુભ પરિણામ જ આપે છે. વાસ્તવિકતા એ છે કે શનિ શુભ ફળ પણ આપે છે.
  • શનિના શુભ હોવાથી ક્યાં બદલાવ આવી શકે છે?: માનવામાં આવે છે કે શનિ શુભ હોવા પર વ્યક્તિનું ભાગ્ય બદલાય છે. જો કોઈ પર શનિની શુભ છાયા પડે છે તો રંક પણ રાજા બની શકે છે. તે જ દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષક, બાળકો, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક ગ્રહ કહેવાય છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. ગુરુના શુભ હોવા પર વ્યક્તિનું જીવન સુખી થઈ જાઈ છે. આ વખતે શનિ અને ગુરુના સંયોજનથી કેટલીક રાશિઓને ફાયદો થવાનો છે.
  • મેષ રાશિ: મેષ રાશિ માટે ગુરુ અને શનિનું એક જ રાશિમાં આવવું શુભ કહી શકાય છે. માતા લક્ષ્મીની કૃપાથી આર્થિક પક્ષ મજબૂત રહેશે. મેષ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં પ્રમોશન મળી શકે છે. તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે, સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સાથે જ આ લોકોને તેમના કામમાં સફળતા મળશે. મેષ રાશિના લોકો દ્વારા કરેલા કામની પ્રશંસા થશે.
  • વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકો માટે ગુરુ અને શનિનું એક જ રાશિમાં આવવું કોઈ વરદાનથી ઓછું ન કહી શકાય. આ લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. વૃષભ રાશિના લોકો માટે નોકરી અને વ્યવસાય માટે પણ આ શુભ સમય છે. રોકાણ કરવાથી નફો થશે અને કામમાં સફળતા મળશે.
  • કર્ક રાશિ: કર્ક રાશિના લોકો માટે ગુરુ અને શનિનું એક જ રાશિમાં આવવું શુભ રહેશે. વિવાહિત જીવન સુખી રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી ધનલાભ થશે. કાર્યક્ષેત્રમાં ઘણું સન્માન મળશે. આ દરમિયાન કર્ક રાશિના લોકોની નોકરી અને વ્યવસાયમાં લાભની સંભાવના બની રહી છે. મંગળ અને શુક્ર આવનારા 11 દિવસો સુધી આ રાશિ પર કૃપાળુ રહેશે.
  • મીન રાશિ: ગુરુ અને શનિના એક જ રાશિમાં આવવાથી મીન રાશિના લોકોને લાભ થશે. આ લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. લેવડ-દેવડ માટે આ સમય શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા પણ પ્રાપ્ત કરશો અને પરિવારના સભ્યોનો પણ સાથ મળશે. વિવાહિત જીવન સુખી રહેશે.

Post a Comment

0 Comments