ગુલાબ બાદ શાહીન વાવાઝોડું/ જાણો કેટલી તારીખે અને ક્યાં સ્થળે? ગુજરાતના ક્યાં જિલ્લાઑમાં કરશે અસર?

  • બંગાળ તરફથી ગુલાબ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધ્યુ હતુ. જેના કારણે વડોદરામાં દિવસ દરમિયાન સવા બે ઈંચ વરસાદ પડયા બાદ રાતે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. મંગળવારે સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયુ હતુ. 
  • ૨૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે વરસાદ ખાબકતા જર્જરિત અને કાચા મકાનોમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ગોત્રી સબ સ્ટેશન ખાતે કેબલ ફોલ્ટ સર્જાતા ધડાકો થયો હતો અને ૧૨ હજાર ઘરોમાં સાડા ચાર કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. હજૂ બે દિવસ ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી આપેલી છે.
  • હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું શાહીન સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા મુજબ, ગુજરાત પર શાહીન વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. શાહીનવાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
  • ગુલાબ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું શાહીન સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે થી 1 સપ્ટેમ્બર વચ્ચે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે જેના કારણે શાહીન વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય બનશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે 
  • અરબી સમુદ્રમાં ઉદભવનાર  શાહિન વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છની વચ્ચે સક્રિય બન્યા બાદ સૌથી વધારે અસર કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ,દ્વારકા સહિતના જીલ્લામાં તેની અસર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને કરછના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
  • આવનાર 3 દિવસ સુધી ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઑમાં જોવા મળશે. આ વર્ષેનું અરબી સમુદ્રનું ચોમાસાનું પહેલું વાવાઝોડું શાહીન હોય શકે છે. જોકે શાહીન વાવાઝોડાની અસર ખૂબ જ ઓછા વિસ્તારોમાં જોવા મળી શકે છે.

Post a Comment

0 Comments