ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો રહે છે પોર્ટુગલના સૌથી મોંઘા એપાર્ટમેન્ટમાં, જુઓ તસવીરો

  • પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એક વખત ઇંગ્લેન્ડની માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબમાં પરત ફર્યા છે. એવું માનવામાં આવે છે કે તેઓ ઇંગ્લેન્ડમાં કાયમી સ્થાયી થઈ શકે છે. આ સાથે પોર્ટુગલમાં રોનાલ્ડોનું એપાર્ટમેન્ટ ફરી એક વખત હેડલાઇન્સમાં છે. તેને પોર્ટુગલનું સૌથી મોંઘુ એપાર્ટમેન્ટ પણ કહેવામાં આવે છે.
  • રોનાલ્ડો વૈભવી જીવનશૈલીમાં માને છે. આ જ કારણ છે કે તેણે આ 3100 સ્ક્વેર ફૂટની પ્રોપર્ટી ખરીદી છે. બે અબજપતિઓ પણ આ એપાર્ટમેન્ટ ખરીદવા આતુર હતા પરંતુ અંતે રોનાલ્ડો જીતી ગયો. સુપરસ્ટાર ફૂટબોલરનું આ વૈભવી એપાર્ટમેન્ટ પોર્ટુગલની રાજધાની લિસ્બનના મધ્યમાં એવેનિડા દા લિબર્ડેડમાં આવેલું છે.
  • રોનાલ્ડોના આ વૈભવી એપાર્ટમેન્ટમાં સ્વિમિંગ પૂલ, જિમ, ત્રણ મોટા બેડરૂમ અને સ્પા પણ છે. આ એપાર્ટમેન્ટના નિર્માણની પ્રક્રિયા 10 વર્ષ પહેલા શરૂ થઈ હતી. પ્રાઇમટાઇમઝોન અનુસાર રોનાલ્ડોએ આ મિલકત 6 મિલિયન પાઉન્ડ (લગભગ 60 કરોડ) માં ખરીદી હતી અને તે પોર્ટુગલનું સૌથી મોંઘું એપાર્ટમેન્ટ છે.
  • રોનાલ્ડો ભાગ્યે જ આ એપાર્ટમેન્ટની મુલાકાત લે છે જોકે આ સ્થળ રમતપ્રેમીઓ માટે પર્યટન કેન્દ્ર બની ગયું છે. હવે જ્યારે રોનાલ્ડો ઈંગ્લેન્ડમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે તે આ એપાર્ટમેન્ટમાં વધુ ને વધુ સમય વિતાવી રહ્યો છે અને ઈંગ્લેન્ડ જવાની તૈયારી કરી રહ્યો છે. રોનાલ્ડોએ લિસ્બનમાં તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવી લીધું છે અને તેની પાસે વિઝાનું થોડું કામ બાકી છે.
  • નોંધનીય છે કે મેદાનમાં પોતાની શોમન્સ માટે પ્રખ્યાત રોનાલ્ડો ઘરે ખૂબ જ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. લિસ્બનમાં રોનાલ્ડોની પાડોશી એલિઝાબેથે ધ સન વેબસાઇટને જણાવ્યું કે તેના ઘરમાં ઘણી શાંતિ હોય છે. કોઈ પાર્ટી ઝગઝગાટ નથી. મેં આ ખાનગી રસ્તા પરથી ઘણી કારો પસાર થતી ક્યારેય જોઈ નથી.
  • તેણે વધુમાં કહ્યું કે રોનાલ્ડો ક્યારેક મને રોલ્સ રોયસમાં દેખાય છે. તેની ગેરેજમાં તેની પાસે ઘણી સ્પોર્ટ્સ કાર પણ છે. તેનો બગીચો અને સ્વિમિંગ પૂલ ખૂબ સુંદર છે. મેં સ્કેટબોર્ડ પર આ ખાનગી રસ્તા પર ક્રિસ્ટિયાનો જુનિયરને પણ જોયો છે. હંમેશા તેની સાથે બોડી ગાર્ડ હોય છે.
  • રોનાલ્ડો ઈટાલિયન ક્લબ જુવેન્ટસ છોડ્યા બાદ હવે માન્ચેસ્ટર યુનાઈટેડ જઈ રહ્યો છે. તે આ ઇંગ્લિશ ક્લબમાંથી દર અઠવાડિયે લગભગ ચાર કરોડ કમાશે. જો કે આજ સુધી તેમણે આ ટ્રાન્સફર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે તે માન્ચેસ્ટર યુનાઇટેડનો દિગ્ગજ ખેલાડી રહ્યો છે ચાહકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
  • નોંધનીય છે કે રોનાલ્ડો 18 વર્ષની ઉંમરે પ્રથમ વખત માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબમાં જોડાયો હતો. 6 વર્ષ બાદ આ ક્લબ છોડ્યા બાદ તે સુપરસ્ટાર બની ગયો હતો અને હવે 12 વર્ષ બાદ તે પુનરાગમન કરી રહ્યો છે. રોનાલ્ડો હવે એક વિશાળ બ્રાન્ડ બની ગયો હોવાથી માન્ચેસ્ટર યુનાઇટેડની બ્રાન્ડ પણ વધવાની ધારણા છે.

Post a Comment

0 Comments