ઘરમાં ખાવા માટે રોટલી નથી, આવકવેરાએ પાડ્યો દરોડો તો નીકળી 100 કરોડની માલકિન

  • જયપુરમાં આવકવેરા વિભાગને 100 કરોડની સંપત્તિની એવી માલકિન મળી છે જે પરિવાર ચલાવવા માટે પાઈ-પાઈની મહોતાજ છે. આવકવેરા વિભાગે જયપુર દિલ્હી હાઈવે પર 100 કરોડથી વધારે કિંમતની 64 વિઘા જમીન શોધી કાઢી છે જેની માલકિન એક આદિવાસી મહિલા છે અને તેને એ પણ ખબર નથી કે તેણે જમીન ક્યારે ખરીદી અને તે ક્યાં છે? આવકવેરા વિભાગે આ જમીનોને પોતાના કબજામાં લઈ લીધી છે.
  • આ કહેવત તો તમે પણ સાંભળી હશે કે જ્યારે ઉપરવાળો આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે પરંતુ જરૂરી નથી કે તે મળી જ જાય કારણ કે જ્યારે નસીબમાં ન હોય તો સામે પડેલ ચીજ પણ હાથમાં આવતી નથી આજે અમે તમને સંજુ દેવી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, પતિના મૃત્યુ પછી સંજુ દેવી પાસે કમાવાનું કોઈ સાધન નથી અને બે બાળકોના ઉછેર માટે પોતે જ મજૂરી કરે છે. સંજુ દેવી ખેતી સિવાય પશુઓનો ઉછેર કરીને ગુજરાન ચલાવે છે.
  • જયપુર-દિલ્હી હાઈવે પર દંડ ગામમાં આવતી આ જમીનો પર આવકવેરા અધિકારીઓએ બેનર લગાવી દીધા છે. બેનર પર લખ્યું છે કે બેનામી પ્રોપર્ટી પ્રોહિબિશન એક્ટ હેઠળ આ જમીનોને બેનામી જાહેર કરતી વખતા આવકવેરા વિભાગ પોતાના કબજામાં લઈ રહ્યું છે. 5 ગામોમાં 64 વિઘા જમીન પર લગાવેલા બેનરો પર લખવામાં આવ્યું છે કે આ જમીનની માલકિન સંજુ દેવી મીણા છે. જે આ જમીનની માલકિન ન થઈ શકે તેથી આ જમીનને આવકવેરા વિભાગ તાત્કાલિક પોતાના કબજામાં લઈ રહી છે.
  • ખરેખર આવકવેરા વિભાગને ફરિયાદ મળી હતી કે દિલ્હી હાઈવે પર મોટી સંખ્યામાં દિલ્હી અને મુંબઈના ઉદ્યોગપતિ આદિવાસીઓના નકલી નામે જમીન ખરીદી રહ્યા છે. તેની માત્ર કાગળ પર લેવડ-દેવડ કરવામાં આવી રહી છે. કાયદા મુજબ આદિવાસીની જમીન આદિવાસી જ ખરીદી શકે છે. કાગળમાં ખરીદ્યા પછી તે તેના લોકોના નામે પાવર ઓફ એટર્ની સહી કરાવી રાખી લે છે. ત્યાર પછી આવકવેરા વિભાગે તેના રિયલ માલિકની શોધ શરૂ કરી તો ખબર પડી કે જમીનની માલકિન રાજસ્થાનના સીકર જિલ્લાના નીમના થાણા તાલુકાના દીપાવાસ ગામમાં રહે છે. ટેકરીઓ નીચે આવેલા આ ગામમાં પહોંચવું સહેલું નથી.
  • આજતકની ટીમ જ્યારે દીપાવાસ ગામ પહોંચી તો સંજુ દેવી મીણાએ કહ્યું કે તેના પતિ અને સસરા મુંબઈમાં કામ કરતા હતા. તે સમય દરમિયાન 2006 માં તેને જયપુરના અંબરમાં લઈ જઈ એક જગ્યા પર અંગૂઠો લગાવવામાં આવ્યો હતો. પરંતુ તેના પતિના મૃત્યુને 12 વર્ષ થઈ ગયા છે અને તે નથી જાણતી કે કઈ સંપતિ તેની પાસે છે અને ક્યાં છે. પતિના મૃત્યુ પછી 5000 કોઈ ઘરે આપી જતાં હતા જેમાંથી અઢી હજાર રૂપિયા કઝીન બહેન સાથે રાખતી હતી અને અઢી હજાર હું રાખતી હતી પણ ઘણા વર્ષો થઈ ગયા હવે પૈસા પણ દેવા કોઈ નથી આવતું. મને તો આજે જ ખબર પડી કે મારી પાસે આટલી સંપત્તિ છે.
  • સંજુ દેવીના પતિના મૃત્યુ પછી તેની પાસે કમાણીનું કોઈ સાધન નથી અને બે બાળકોના ઉછેર માટે પોતે જ મજૂરી કરે છે. સંજુ દેવી ખેતી સિવાય પશુઓનો ઉછેર કરીને ગુજરાન ચલાવે છે. આવકવેરાના આ ખુલાસા પછી આ એરિયામાં હલચલ મચી ગઈ છે કારણ કે ગ્રામજનોનું કહેવું છે કે અહીં ઘણી કંપનીઓએ જમીન ખરીદી છે જેના વિશે કહેવાય છે કે કંપનીની જમીન છે પરંતુ કોઈ નથી જાણતું કોની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આયકર વિભાગે આ એરિયામાં 1400 કરોડની જમીન જપ્ત કરી ચૂકી છે જેમાંથી 69 કેસોમાં કોર્ટે ચુકાદો આપતા જમીનને ઈનામ તરીકે જાહેર કરી સરકારને સોંપી દીધી છે.

Post a Comment

0 Comments