આ બોલીવુડના સ્ટાર્સની પુત્રીઓ ચકાચોંધથી રહે છે દૂર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ...

  • અજય દેવગન સહિત ઘણા સ્ટારની પુત્રીઓ લાઈમલાઈટથી રહે છે દૂર, પરંતુ દેખાય છે ખૂબ જ સુંદર. જુઓ તસવીરો...
  • બોલીવુડ ફિલ્મ ઈંડસ્ટ્રી પર ભલે નેપોટિઝમનો આરોપ સમય-સમય પર લાગતો રહ્યો છે, પરંતુ એક વાત તો સાચી છે કે આ ઈંડસ્ટ્રીમાં સ્ટાર કિડ્સના હંમેશા બોલબાલા રહ્યા છે. હા, મોટાભાગના સ્ટાર્સ તેના બાળકોને એક સારું પ્લેટફોર્મ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવવા માટે કેટલું કરે છે. જે ઘણીવાર મીડિયા હેડલાઈન્સ પણ બને છે. એટલું જ નહીં બોલીવુડના આ સ્ટાર કિડ્સ પર હંમેશા જ મીડિયાની નજર રહે છે અને આજકાલ ઘણા સ્ટાર કિડ્સ બોલીવુડમાં ડેબ્યુ પણ કરી રહ્યા છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે, જેમાં સારા અલી ખાન, જાન્હવી કપૂર, અનન્યા પાંડે વગેરે ઘણા સ્ટાર કિડ શામેલ છે.
  • પરંતુ આજે અમે તમને એ સ્ટાર્સની પુત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તેના વિશે ઓછા લોકોને જ માહિતી છે, પરંતુ તે લુકમાં ખૂબ જ સુંદર છે અને આવનારા દિવસોમાં તે બોલીવુડમાં ડેબ્યૂ કરે અને એક મોટી સ્ટાર બની જાઈ તો નવાઈ નહીં તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં ક્યાં-ક્યાં સ્ટારની પુત્રીઓના નામ છે શામેલ...
  • શનાયા કપૂર: આ લિસ્ટમાં જે પ્રથમ નામ શામેલ છે. તે છે શનાયા કપૂર કે જે બોલીવુડના જાણીતા અભિનેતા સંજય કપૂરની પુત્રી છે અને શનાયા મીડિયા સામે ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને આ દિવસોમાં તેની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે કે જે ખૂબ વાયરલ પણ થાય છે અને શનાયા લુકમાં ખૂબ જ સુંદર છે.
  • શનાયા બોલીવુડમાં પોતાની કારકિર્દી બનાવવા માટે તૈયાર છે અને તે ટૂંક સમયમાં જ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. એટલું જ નહીં જણાવી દઈએ કે શનાયા કપૂરના ઈંસ્ટાગ્રામ પર 6 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

  • દિશાની ચક્રવર્તી: જણાવી દઈએ કે બોલીવુડના દિગ્ગજ મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાની ચક્રવર્તીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને દિશાની વિશે જણાવી દઈએ કે તે મિથુનની સગી પુત્રી નથી. મિથુને તેને રસ્તા પરથી ઉઠાવી અપનાવી હતી, પરંતુ તેમ છતાં પણ મિથુન અને તેની પત્ની યોગિતા બાલી દિશાની ચક્રવર્તીને તેની સગી પુત્રી કરતા વધારે માને છે અને દિશાનીને મિથુન ચક્રવર્તીનો પૂરો પરિવાર ખૂબ પ્રેમ કરે છે.

  • દિશાની ચક્રવર્તી પણ મીડિયા સામે વધારે જોવા નથી મળતી, પરંતુ લુકમાં દિશાની ચક્રવર્તી ખૂબ જ સુંદર છે અને જો તે બોલીવુડમાં ડેબ્યુ કરે છે, તો તે ચોક્કસપણે એક ખૂબ જ સફળ અભિનેત્રી બની શકે છે.
  • સના પંચોલી: સના પંચોલી બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આદિત્ય પંચોલીની પુત્રી છે. સના પણ મીડિયા અને લાઈમલાઈટથી ઘણી દૂર રહે છે. જણાવી દઈએ કે સુંદરતાની બાબતમાં સના કોઈ અભિનેત્રીથી ઓછી નથી. સના પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયારીમાં વ્યસ્ત છે અને તે ટૂંક સમયમાં જ કોઈ ફિલ્મમાં જોવા મળી શકે છે.

  • ટીના આહુજા: આ લિસ્ટમાં ટીના આહુજાનું નામ પણ શામેલ છે અને ટીના બોલીવુડના નંબર વન અભિનેતા ગોવિંદાની લાડલી પુત્રી છે. જણાવી દઈએ કે ટીના પણ લાઈમલાઈટથી પોતાને દૂર રાખવાનું જ પસંદ કરે છે. જો કે ટીના લૂકમાં ખૂબ જ સુંદર છે અને ઘણીવાર તેના માતા-પિતા સાથે ટીના પાર્ટી કે ફંકશનમાં જોવા મળે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીના જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

  • ન્યાસા દેવગન: અજય દેવગનની લોકપ્રિયતાથી તો આપણે બધા પરિચિત છીએ. ન્યાસા દેવગન, અજય દેવગણ અને કાજોલની પુત્રી છે અને ન્યાસા લુકમાં પણ ખૂબ સુંદર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ન્યાસા બોલીવુડ ફિલ્મથી ઈંડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જો કે અજય દેવગન હંમેશા આ વાતનો ઈંકાર કરે છે, પરંતુ કાજોલે ક્યારેય સ્પષ્ટપણે એ નથી કહ્યું કે તેની પુત્રી બોલીવુડમાં ડેબ્યુ નહીં કરે.

Post a Comment

0 Comments