જન્મદિવસ પર થોડી વધારે જ બોલ્ડ થઈ ગઈ દેવોલીના, બિકીની લૂકમાં બતાવ્યું તેની કમર પર બનેલું ટેટુ

  • ટીવીમાં સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા નિભાવનાર દેવોલીના ભટ્ટાચારજી તેના જન્મદિવસ પ્રસંગે ખૂબ જ બોલ્ડ થઈ ગઈ છે. તેણે બિકીની લૂકમાં પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
  • બિકીની તસવીરો કરી શેર: ટીવીની સંસ્કારી પુત્રવધૂ દેવોલીના ભટ્ટાચારજી ઘણીવાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દેવોલીના આ દિવસોમાં પોતાનો જન્મદિવસ ઉજવવા વેકેશન પર ગઈ છે અને આ વેકેશન પર આવતાની સાથે જ તેણે બોલ્ડ લુક અપનાવી લીધો છે. દેવોલીના સતત બિકીની તસવીરો શેર કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી રહી છે.

  • સંસ્કારી બહુ બની હોટ: ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારજી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દેવોલિનાએ ટીવી જગતમાં સીરિયલ 'સાથ નિભાના સાથિયા' થી ડેબ્યુ કર્યું હતું. આ સિરિયલમાં અભિનેત્રીએ ગોપી વહુની ભૂમિકા નિભાવી હતી કે જે ખૂબ પસંદ કરવામાં આવી હતી. શોમાં તેની એક સંસ્કારી વહુની ઓળખ હતી. તે જ તે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને હોટ સ્ટાઈલ બતાવી રહી છે.
  • પીળી બિકીનીમાં ઢાયા કહેર: તાજેતરમાં દેવોલીના ભટ્ટાચારજી સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે જેમાં તે પૂલ કિનારે ચિલિંગ કરતી જોઈ શકાય છે. તેના જન્મદિવસ પ્રસંગે પણ દેવોલિનાએ ચાહકોને પીળી બિકીનીમાં એક ખાસ સરપ્રાઈઝ આપી. તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર બેલી ડાંસ કરતા એક વીડિયો શેર કર્યો છે. જેને જોઈને બધા ક્રેઝી થઈ રહ્યા છે.
  • જન્મદિવસ ઉજવવા પહોંચી નાસિક: દેવોલિના ભટ્ટાચારજીએ આ તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. દેવોલીનાની આ તસવીરો તેના નાસિક વેકેશનની છે. ખરેખર કાલે એટલે કે 22 મી ઓગસ્ટ એ તેનો 36 મો જન્મદિવસ હતો જે દેવોલિનાએ નાસિકમાં ઉજવ્યો. ત્યાંથી જ તેણે તેની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે. તસવીરો સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે 'અને હા તે ખરેખર એક ખાસ દિવસ છે. મને જન્મદિવસની શુભેચ્છાઓ'. ચાહકોએ પણ તેને તેના જન્મદિવસની શુભેચ્છા આપી હતી.
  • દેવોલીનાની સિરિયલો: અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારજીએ સ્ટાર પ્લસની પ્રખ્યાત સિરિયલ 'સાથ નિભાના સાથિયા'માં ગોપી વહુ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાથે જ તે બિગ બોસ 13 માં પણ જોવા મળી ચૂકી છે. બિગ બોસથી તેણે જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. હાલમાં તે 'સાથ નિભાના સાથિયા'ની સીઝન 2 માં પણ ગોપીની ભૂમિકા નિભાવી રહી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર તેના ડાંસ અને સિંગિંગ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવે છે.

Post a Comment

0 Comments