આ ખેલાડીઓને છે સૌથી મોંઘી ગાડીઓનો શોખ, એક એક કારની કિંમત છે કરોડોમાં


  • બીસીસીઆઈ દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને તેથી ભારતીય ક્રિકેટરો પાસે પૈસાની કોઈ કમી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈંડિયાના સ્ટાર ખેલાડીઓનો લક્ઝરી બંગલા જોઈ લો પછી તેની મોંઘી ગાડીઓ તમારા હોશ ઉડી જશે. ચાલો જોઈએ ક્યાં ખેલાડી છે જેની પાસે સૌથી મોંઘી ગાડીઓ છે.
  • યુવરાજ સિંહ: ટીમ ઈંડિયાના મજબૂત ખેલાડી રહ્યા યુવરાજ સિંહ મેદાનની બહારના તેની સુંદર ગાડીઓના કલક્ષન માટે પ્રખ્યાત છે. આ પૂર્વ બેટ્સમેન પાસે બીએમડબલ્યુ એક્સ 6 એમ, બીએમડબલ્યુ એમ 3 કન્વર્ટિબલ, બીએમડબલ્યુ એમ 5 ઈ 60, ઓડી ક્યૂ 5, બેંટલી ફ્લાઈંગ સ્પર અને લમ્બોરગીની મુર્સિએલાગો જેવી ગાડીઓ છે.
  • એમએસ ધોની: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો બાઈકને લઈને પ્રેમ સમગ્ર વિશ્વ જાણે છે. પરંતુ તેના ગેરેજમાં સુંદર બાઈકો સિવાય જબરદસ્ત ગાડીઓ પણ છે. ધોની પાસે ઓડી ક્યૂ 7, મિત્સુબિશી પજેરો એસએફએક્સ, લેંડ રોવર ફ્રીલેંડર 2, ફેરારી 599 જીટીઓ અને જીપ ગ્રાંડ ચેરોકી ટ્રેકહોક જેવી કારોનું કલેક્શન છે.
  • આ બધી મોંઘી ગાડીઓ સિવાય ધોની હમર એચ 2 ના પણ માલિક છે. આ ગાડીની કિંમત લગભગ 75 લાખ છે.
  • વિરાટ કોહલી: ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓમાંથી એક છે. વિરાટની પૂરા વર્ષની કમાણી 1600 કરોડની આસપાસની છે. તેની લોકપ્રિયતા એટલી વધારે છે કે ટોપ બ્રાંડ્સ તેની સાથે જોડાવા ઈચ્છે છે. વિરાટ પાસે એકથી એક ચઢિયાતી મોંઘી કાર છે. તે ઓડી ઈંડિયાના બ્રાંડ એંબેસેડર છે. તેના ગેરેજમાં ઓડી ક્યૂ 8, ઓડી ક્યૂ 7, લેંડ રોવર રેંજ રોવર વોગ એસઈ અને બેંટલી ફ્લાઈંગ સ્પર જેવી ગાડીઓ છે.
  • આ બધા સિવાય વિરાટ પાસે ઓડી આર 8 વી 10 એલએમએક્સના પણ માલિક છે. આ કારની કિંમત લગભગ 3 કરોડ છે. જ્યારે બેંટલી કોન્ટિનેંટલ ફ્લાઈંગ સ્પરના બેઝ વેરિએંટની કિંમત એક્સ-શોરૂમ કીંમત 3.41 કરોડ રૂપિયા છે.
  • હાર્દિક પંડ્યા: ભારતના સ્ટાર ઓલરાઉંડર ખેલાડી હાર્દિક પંડ્યાની લાઈફ સ્ટાઈલ ખૂબ જ સુંદર છે અને તેના ગેરેજમાં લેંડ રોવર રેંજ રોવર અને મર્સિડીઝ એએમજી જી 63 જેવા મોંઘી ગાડીઓ છે.
  • તેના કલેક્શનમાં એવી કાર છે જેના વિશે સૌથી વધુ ચર્ચા કરવામાં આવે છે. લમ્બોરગીની હુરાકન ઈવો, આ ગાડીની કિંમત 3.73 કરોડ છે.
  • સચિન તેંડુલકર: ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. સચિન બીએમડબલ્યુ ઈંડિયાના બ્રાંડ એંબેસેડર છે અને સાથે જ બીએમડબલ્યુ આઈ 8 ના માલિક પણ જેની કિંમત લગભગ 2.62 કરોડ છે.

Post a Comment

0 Comments