લાશો પર પગ રાખીને ભાગ્યા લોકો, કોઈ એંજિનમાં બેસી ગયા તો કોઈ વ્હીલ પર લટકી ગયા.... જુઓ ખોફની તસવીરો

  • 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો છે. તાલિબાન નેતાઓએ શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની માંગ કરી છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. હવે આવી સ્થિતિમાં કાબુલમાં અફરા-તફરીનું વાતાવરણ છે, લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગવા માટે વિમાનો પર જેમ-તેમ સવાર થવા ઈચ્છે છે. જો કે તાલિબાને લોકોને અપીલ કરી છે કે તે અફઘાનિસ્તાન છોડીને ન જાઈ, તેમ છતાં કાબુલમાં ભાગદોડ મચી છે.
  • તાલિબાનના ડરને કારણે લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે, કાબુલ એરપોર્ટ પર ભારે માત્રામાં લોકોની ભીડ છે. આ દરમિયાન કાબુલ એરપોર્ટ પર 5 લોકોના મોત થઈ ગયા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ 5 લોકો ભાગદોડમાં મર્યા છે અથવા તેને ગોળી લાગી છે.
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે, લોકો કાબુલથી બહાર નીકળવા માટે એકની ઉપર એક ચઢી રહ્યા છે. દરેક વ્યક્તિ તાલિબાનના ડરથી દેશ છોડવા ઈચ્છે છે. કાબુલના લોકો ઈચ્છે છે કે કોઈ અન્ય દેશ તેને આશ્રય આપે જેથી તે તાલિબાનની પકડમાંથી મુક્ત થઈ જાઈ.
  • બીજી બાજુ તાલિબાન અધિકારીઓનું કહેવું છે કે, જો તે દેશમાં રહેવાનું નક્કી કરે છે, તો તમામ લોકોને કાબુલ એરપોર્ટ પરથી ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે અને નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. જણાવી દઈએ કે આ પહેલા તાલિબાને કહ્યું હતું કે માત્ર પશ્ચિમી લોકોને જ દેશ છોડવાની પરવાનગી આપવામાં આવશે પરંતુ અફઘાનીઓને જવાની પરવાનગી નથી.
  • બીજી બાજુ તાલિબાનના છોકરા કાબુલની શેરીઓ પર પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા. તસવીરમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જ્યારે એક અફઘાની નાગરિક કાબુલ ઈંટરનેશનલ એરપોર્ટની દીવાલ પાર કરી રહ્યો હતો, ત્યારે એક કાળા આઉટફિટ પહેરેલ તાલિબાન છોકરાએ તેના પર ગોળી ચલાવી દીધી, જેનાથી અફઘાની નાગરિક બેઝની બીજી બાજુ પડી ગયો.
  • આ સિવાય સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કાબુલ એરપોર્ટથી બહાર નીકળતી વખતે ત્રણ લોકો વિમાનના પૈડાથી લટકતા જોવા મળે છે, પછી આ લોકો એક ઘરની છત પર પડી જાય છે.
  • જણાવી દઈએ કે, જ્યારથી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે, ત્યારથી હવે અફઘાની લોકોને પણ લાગી રહ્યું છે કે, તેને પણ કાબુલ છોડી દેવું જોઈએ. આવી સ્થિતિમાં શહેરની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે અને રસ્તાઓ પર ભારે જામ લાગેલો છે. લોકો સ્થળાંતર માટે અહીંથી ત્યાં ભાગી રહ્યા છે. અફઘાની લોકોને લાગી રહ્યું છે કે જેમ તેમ કાબુલથી નીકળી અન્ય દેશો તેને આશ્રય આપી દે.
  • તાલિબાનનો કબજો થતાં જ રસ્તાઓ પર સફેદ ઝંડા લગાવી દીધા છે. તાલિબાનોએ જ્યાં જ્યાં પોતાનો કબજો કર્યો છે તેણે ત્યાં સફેદ ઝંડા લગાવી દીધા છે. હવે આવી સ્થિતિમાં સવાલો ઊભા થઈ રહ્યા છે કે, તાલિબાન અફઘાનિસ્તાનની સત્તા પર શાસન કરતા પહેલા તેની ક્રૂરતાને નથી રોકી રહ્યું તો જ્યારે તેનું સત્તા પર રાજ થશે ત્યારે તે અફઘાનીઓના શું હાલ કરશે?
  • સમાચાર અનુસાર તો અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી મૌલાના હેબતુલ્લા અખુંદઝાદાને નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તે અમીર-અલ-મોમિનીન એટલે કે વફાદારોના કમાંડરની પદવીથી સન્માનિત છે.

Post a Comment

0 Comments