ઈંડોનેશિયન આર્મીમાં ભરતી પહેલા થાય છે છોકરીઓનો વર્જિનિટી ટેસ્ટ, હવે લીધો સરકારે આ નિર્ણય


  • ઈંડોનેશિયામાં લાંબા સમયથી સેનામાં ભરતીના નામ પર મહિલાઓ સામે ભેદભાવ અને અત્યાચાર થઈ રહ્યા હતા. પરંતુ હવે બદલાતા સમયની સાથે આ ટ્રેન્ડમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. ઈંડોનેશિયાન આર્મી ચીફ ઓફ સ્ટાફે કહ્યું છે કે સેનામાં શામેલ થવા માટે ઈચ્છતી મહિલાઓનો હવે વર્જિનિટી ટેસ્ટ નહીં કરવામાં આવે. માનવ અધિકારો સાથે જોડાયેલા સંગઠન લાંબા સમયથી ઈંડોનેશિયન આર્મીમાં આ ચાલી રહ્યા ટ્રેન્ડને મહિલા વિરોધી અને પીડાદાયક ગણાવ્યું છે.
  • ટુ-ફિંગર ટેસ્ટણી પ્રક્રિયા: સેનાની આ પ્રક્રિયા ઈંડોનેશિયામાં 'ટુ-ફિંગર ટેસ્ટ' તરીકે ઓળખાય છે કારણ કે ડોક્ટર ટેસ્ટ દરમિયાન મહિલાની યોનિમાં બે આંગળીઓ દાખલ કરે છે જેથી તે જોઈ શકે કે તેનું હાઈમેન હજુ પણ અકબંધ છે કે તૂટી ચૂક્યું છે? ટેસ્ટ દરમિયાન જે મહિલાઓ આ ટેસ્ટમાં નિષ્ફળ થઈ જતી હતી તેને સેનામાં ભરતી માટે યોગ્ય ન માનવામાં આવતી હતી.
  • વિશ્વભરમાં ઉભા થયા પ્રશ્નો: ન્યુયોર્કમાં આવેલ હ્યુમન રાઈટ્સ વોચ (HRW) ના જણાવ્યા અનુસાર, ટુ-ફિંગર ટેસ્ટ ખૂબ જ અપમાનજનક અને ક્રૂર પ્રક્રિયા હતી. આ સંસ્થાએ 2014 માં તેની તપાસ કરી અને 2017 માં તેને પૂર્ણ કરવા માટે એક નવા અભિયાનણી શરૂઆત કરી.
  • સાબિત કરવી પડતી હતી વર્જિનિટી: ઈંડોનેશિયાની સેનાએ પહેલા કહ્યું હતું કે ભરતી માટે નૈતિકતાનો ટેસ્ટ કરવામાં આ પ્રક્રિયા જરૂરી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર આ ટેસ્ટનું કોઈ વૈજ્ઞાનિક મૂલ્ય નથી અને એક હાઈમેનની હાજરી અથવા ગેરહાજરી આ વાતને સાબિત નથી કરતી કે મહિલા વર્જિન છે કે નહીં.
  • આર્મી ચીફે આ કરી આ જાહેરાત: ઈંડોનેશિયાના આર્મી ચીફ એંડીકા પેરકાસાએ મંગળવારે કહ્યું હતું કે સેનામાં હવે આ પ્રકારનો ટેસ્ટ નહીં કરવામાં આવે. ઈંડોનેશિયાના સેનાના એક પ્રવક્તાએ કહ્યું, "ભલે હાઈમેન તુટી ગયું હોય અથવા આંશિક રીતે તુટી ગયું હોય, પહેલા આ ટેસ્ટનો ભાગ હતો પરંતુ હવે એવું કાંઈ નથી."
  • 'આવા ટેસ્ટ મહિલાઓ સામે હિંસા: સેના પ્રમુખે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે પુરુષો અને મહિલાઓ માટે સેનાની પસંદગી પ્રક્રિયા એક સમાન હોવી જોઈએ. કોઈ સાથે ભરતી દરમિયાન ભેદભાવ કરવો યોગ્ય નથી. સેનાના આ નિર્ણયને માનવાધિકાર કાર્યકર્તાઓએ આવકારતા કહ્યું કે આ પ્રકારના ટેસ્ટ મહિલાઓ વિરુદ્ધ હિંસાનું એક સાધન હતા. સેના સિવાય ઈંડોનેશિયાની નૌકાદળ અને વાયુસેનાએ પણ આ ટેસ્ટને કરવાનો બંધ કરી દીધો છે તેને લઈને હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી થઈ શક્યું.

Post a Comment

0 Comments