એલી ગોનીની ખૂબ નજીક હતી હાર્દિક પંડ્યાની પત્ની નતાસા સ્ટેન્કોવિક, બંનેની જૂની તસવીરો થઈ વાયરલ

 • ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે સર્બિયા મોડેલ અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે હાર્દિક પહેલા નતાશા એક ટીવી એક્ટર સાથે રિલેશનશિપમાં હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
 • મોડેલ અને અભિનેત્રી છે નતાશા
 • નતાશા, એક સર્બિયા મોડેલ છે. નતાશાએ મુંબઇમાં 2012 માં તેની કરિયરની શરૂઆત કરી હતી. તેણે બાદશાહના ગીત 'ડીજે વાલે બાબુ' સહિત અનેક કમર્શિયલમાં કામ કર્યું છે.
 • અલી ગોનીની નિકટ હતી નતાશા
 • હાર્દિક પંડ્યા પહેલાં નતાશા ટીવી એક્ટર અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. નતાશા અને અલી લગભગ એક વર્ષથી રિલેશનશિપમાં હતા. અલીની સિસ્ટર ઇન લોએ બંનેને મળાવ્યાં હતા.
 • લાંબો ન ચાલ્યો અલી અને નતાશાનો સંબંધ
 • બંનેએ નચ બલિયે 9 માં એક્સ કપલ તરીકે ભાગ લીધો હતો. બાદમાં બંનેનું બ્રેકઅપ થયું હતું.
 • આ કારણે તૂટયો હતો બનેનો સંબંધ
 • અલીએ તેની સાથેના બ્રેકઅપના સમાચારને સ્વીકર્યા હતા અને કહ્યું હતું કે અમે બંને અલગ થઈ ગયા છીએ. બંનેની જુદી જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને લીધે અમારી વચ્ચે થોડો મતભેદ હતો. હું હંમેશા નતાશા માટે પ્રાર્થના કરું છું.
 • બંને હજી પણ છે સારા મિત્રો
 • નતાશા સ્ટેનકોવિક જ્યારે માતા બની ત્યારે તેના એક્સ બોયફ્રેન્ડ ટીવી એક્ટર અલી ગોનીએ પણ એક સુંદર મેસજ લખ્યો હતો. નતાશાના એક્સ બોયફ્રેન્ડને તેની સાથે એક જૂની તસવીર શેર કરતાં લખ્યું, 'હે મમ્મી બની ગઈ, નતાશા અને હાર્દિક પંડ્યાને અભિનંદન'. નતાશાએ પણ અલીની આ પોસ્ટ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.

Post a Comment

0 Comments