મુંબઈની હોટલમાં હાઈ પ્રોફાઈલ વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ, હિરોઈનની ધરપકડ


  • ક્રાઈમ બ્રાંચે શુક્રવારે જુહુની એક લક્ઝરી હોટલથી 32 વર્ષની મોડલની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે જણાવ્યુ કે આ મોડેલ એક સેક્સ રેકેટ ચલાવી રહી હતી, જેમાં ટીવીના અભિનેતા અને મોડલ શામેલ હતા.
  • મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે 32 વર્ષની એક મોડેલની ધરપકડ કરી છે. મોડેલનું નામ ઈશા ખાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે આ મોડેલ સેક્સ રેકેટ ચલાવી રહી હતી, જેમાં ટીવીના અભિનેતા અને મોડલ શામેલ હતા. બુધવારે બપોરે જુહુની એક લક્ઝરી હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાર પછી આ ધરપકડ કરવામાં આવી.
  • દરોડા દરમિયાન એક ટીવી અભિનેતા અને મોડેલને ત્યાંથી કાઢવામાં આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટીવી અભિનેતા અને મોડેલ એક જાણીતી ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે અને સાબુની જાહેરાતોમાં પણ જોવા મળી ચૂક્યા છે. આરોપી મહિલાએ આ બે લોકો માટે 4 લાખ રૂપિયાનો સોદો કર્યો હતો.
  • પોલીસના જણાવ્યા અનુસાર યુનિટ 7 ના અધિકારીઓને એવી ટિપ મળી હતી કે ઈશા ખાન નામની મોડેલ હાઈ પ્રોફાઈલ વેશ્યાવૃત્તિ રેકેટ ચલાવી રહી છે. આ રેકેટમાં તે ટીવી અભિનેતાઓ અને મોડેલોને ગ્રાહકો પાસે મોકલતી હતી. આવી સ્થિતિમાં પોલીસે એક નકલી ગ્રાહકને આરોપી મોડેલ પાસે મોકલ્યો હતો તેની પાસેથી 4 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

  • મહારાષ્ટ્ર: મુંબઈ ક્રાઈમ બ્રાંચે શુક્રવારે જુહુની એક ફાઈવ સ્ટાર હોટલમાં હાઈ પ્રોફાઈલ વેશ્યાગીરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. એક ટીવી અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી અને એક મોડેલ અને અન્ય ટીવી અભિનેત્રી સહિત બે લોકોને બચાવવામાં આવ્યા હતા.
  • થોડી મિટિંગ પછી આરોપી મોડેલે નકલી ગ્રાહકને જુહુની થ્રી સ્ટાર હોટલમાં આવવા માટે કહ્યું. આવી સ્થિતિમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ પોતાની જાળ પહેલેથી જ નાખી દીધી હતી. જેવી મોડેલ બે મહિલાઓને લઈને પહોંચી તેને પોલીસે પકડી લીધી. આરોપી મહિલા પર આઈપીસીની કલમો અને અનૈતિક પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદાની જોગવાઈઓ લગાવવામાં આવી છે. સાંતા ક્રુઝની પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.
  • આમ તો આ પહેલી વાર નથી જ્યારે કોઈ અભિનેતા અથવા મોડેલ સાથે સંકળાયેલ કોઈ વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ થયો હોય. પહેલા પણ એક અભિનેત્રી પર આરોપ લાગ્યો હતો અને તેની ધરપકડ પણ થઈ હતી.

Post a Comment

0 Comments