રક્ષાબંધન 2021: ભૂલથી પણ તમારા ભાઈને ન બાંધો આવી રાખડી, માનવામાં આવે છે અશુભ

  • 22 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. ભાઈના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની શુભેચ્છાઓ માટે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. જો કે ક્યારેક-ક્યારેક અજાણતા આવી રાખડીઓ આવી જાઈ છે જે શુભ નથી માનવામાં આવતી. તેથી રાખડીની પસંદગી ખૂબ જ કાળજીથી કરવી જોઈએ.
  • આ સમયમાં બજારમાં અલગ-અલગ પ્રકારની રાખડીઓ મળી રહી છે. ખાસ કરીને ચીનથી આવતી રાખડીઓ જોવામાં સુંદર તો લાગે છે પરંતુ તે ભારતીય સભ્યતા અનુસાર નથી બનેલી હોતી. રક્ષાબંધનના દિવસે કેટલીક ખાસ પ્રકારની રાખડીઓ બાંધવાથી બચવું જોઈએ. જ્યોતિષીઓનું કહેવું છે કે કેટલીક ખાસ પ્રકારની રાખડીઓ ન ખરીદવી જોઈએ.
  • રાખડી ખરીદતી વખતે અથવા બાંધતી વખતે કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જાણતા-અજાણતા બજારમાથી રાખડીઓ લાવવામાં તૂટી જાય છે અને આપણે તેને ફરી જોડી યોગ્ય કરી લઈએ છીએ. જો કોઈ રાખી ખંડિત થઈ જાઈ તો તેનો ઉપયોગ ભાઈના કાંડા પર ન કરવો જોઈએ.
  • ચીનથી આવતી પ્લાસ્ટિકની રાખડીઓનો ઉપયોગ ન કરો કારણ કે પ્લાસ્ટિકને કેતુનો પદાર્થ માનવામાં આવે છે અને તે અપયશને વધારે છે. તેથી રક્ષાબંધનના દિવસે પ્લાસ્ટિકની રાખડીઓથી બચો. બજારમાં ઘણા પ્રકારની ડિઝાઈનર રાખડીઓ આવી રહી છે જે ભારતીય સભ્યતા અનુસાર યોગ્ય નથી બનાવવામાં આવી રહી. તેના ઉપયોગથી પણ બચવું જોઈએ.
  • રાખી એવી ન હોવી જોઈએ કે જેમાં કોઈ ધારદાર ધાર અથવા કોઈ પ્રકારનું હથિયાર બનેલું હોય. કેટલીક રાખડીઓમાં ભગવાનની તસવીર બનેલી હોય છે. આ પ્રકારની રાખડીઓને શુભ નથી માનવામાં આવતી. બહેનોએ આ પ્રકારની રાખડી ખરીદવાથી બચવું જોઈએ.
  • કેટલીક રાખડીઓમાં ઘણું વર્ક કામ કરવામાં આવ્યું હોય છે. લોખંડથી વર્ક કરાયેલી રાખડીઓ ખરીદવાથી પણ બચો. આ સિવાય રાખડી ખરીદતી વખતે રંગોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ક્યારેય પણ એવી રાખડી ન ખરીદો જેમાં કાળા રંગની કોઈ ડિઝાઈન બનાવવામાં આવી હોય. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યમાં કાળા રંગનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.
  • આવી રાખડી ખરીદો: બહેનો પ્રયત્ન કરો કે રેશમથી બનેલી, કલાવાણી અથવા કપાસની રાખડીનો ઉપયોગ કરો. આ પ્રકારની રાખડી બાંધવાથી ભાઈઓના યશમાં વધારો થાય છે. ભલે તે કપાસ હોય અથવા કપાસનો દોરો જ હોય પરંતુ પ્લાસ્ટિકની રાખડીઓથી બચો. લાલ, લીલા અને સફેદ રંગની રાખડીઓ શુભ માનવામાં આવે છે.

Post a Comment

0 Comments