માત્ર 14 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેંટ હતી આ મહિલાને આજે છે 11 બાળકો, પરંતુ હજી નથી ભરાયું મન હજુ છે 6 વધુ બાળકોની ઈચ્છા

  • 'બાળકો બે જ સારા', અમેરિકામાં રહેતી વેરોનિકા મેરિટ તેમાં વિશ્વાસ નથી રાખતી. માત્ર 14 વર્ષની ઉંમરમાં માતા બનનાર વેરોનિકાના આજે 11 બાળકો છે. સૌથી વધારે આશ્ચર્યજનક બાબત એ છે કે વેરોનિકાને વધુ 6 બાળકો ઈચ્છે છે. ક્રિકેટ ટીમ જેવા પરિવારની 36 વર્ષીય આ મહિલાનું માનવું છે કે 6 બાળકો વધુ થયા પછી તેનો પરિવાર સંપૂર્ણ થઈ જશે.
  • પહેલી પુત્રીની ઉંમર 21 વર્ષ: 'ધ સન'ના અહેવાલ અનુસાર, ન્યૂયોર્કની રહેવાસી વેરોનિકા મેરિટ 14 વર્ષની ઉંમરમાં અચાનક પ્રેગ્નેંટ થઈ ગઈ. ત્યાર પછી તેણે પોતાની ઈચ્છાથી ઘણા બાળકોને જન્મ આપ્યો અને ધીરે-ધીરે આ સંખ્યા વધીને 11 પર પહોંચી ગઈ. વેરોનિકાની પહેલી પુત્રીની ઉંમર જ 21 વર્ષ છે. તેમ છતાં પણ તે 6 વધુ બાળકોને જન્મ આપવા માટે ઉત્સુક છે.
  • મોટા પરિવારને લઈને થાય છે ટીકા: આ વિશાળ પરિવાર માટે વેરોનિકાને ટીકાઓનો પણ સામનો કરવો પડે છે. તેમણે કહ્યું, 'લોકો વિચિત્ર પ્રશ્નો પૂછે છે જેમ કે શું બધા બાળકોના પિતા એક જ છે? શું મારા ઘરમાં ટીવી છે? આવા લોકોને હું કહેવા ઈચ્છું છું કે અરીસામાં જઈને પોતાનો ચહેરો જુઓ. વ્યવસાયે કલાકાર વેરોનિકા, તેના બાળકો, એંડ્રયુ (16 વર્ષ), એડમ (15 વર્ષ), મૈરા(13), ડેશ (12), ડાર્લા (10), માર્વલસ (8), માર્ટાલિયા (6), એમેલિયા, ડેલીલા (3) અને ડોનોવન (એક વર્ષ)ની સાથે નવ બેડરૂમના ઘરમાં રહે છે.
  • બેસમેંટમાં સુવે છે પતિ: વેરોનિકાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જુલાઈમાં તેના પતિએ $ 20k માં આ ઘર ખરીદ્યું હતું. બાળકો બેડ શેર કરે છે અને પતિ માર્ટીને બેસમેંટમાં સૂવું પડે છે. વેરોનિકાના અનુસાર તેણે જૂનું ઘર ખરીદ્યું હતું પછી તેની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરાવી લીધો. 11 બાળકોની વેરોનિકા શાળાના દિવસો દરમિયાન અચાનક પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. ત્યાર પછી તેણે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા જેનાથી તેને બે બાળકો થયા.
  • ક્યારેય ગર્ભનિરોધક ગોળી નથી લીધી: થોડા સમય પછી વેરોનિકાના પહેલા પતિ સાથે ડીવોર્સ થઈ ગયા. ત્યાર પછી તેણે બીજા લગ્ન કર્યા. ઈંસ્ટાગ્રામ અને ટિકટોક પર તેના વિશાળ પરિવાર વિશેની માહિતી શેર કરનારી વેરોનિકાએ આજ સુધી પ્રેગ્નેંસીને મુલતવી રાખવા માટે કોઈ ગર્ભનિરોધક ગોળી નથી લીધી. તેણે કહ્યું, 'હું આવું કંઈ ઉપયોગ નથી કરતી. કેટલાક બાળકોનું અમે પ્લાનિંગ કર્યું હતું જ્યારે કેટલાક અમારી ઈચ્છાની વિરુદ્ધ જ થયા. પરંતુ હું આટલો મોટો પરિવાર મેળવીને ખૂબ જ ખુશ છું અને તેને પણ વધારવા ઈચ્છું છું.
  • ખર્ચા ચલાવવામાં આવે છે મુશ્કેલી: આટલા મોટા પરિવારનો ખર્ચ ઉઠાવવો સહેલો નથી અને આ કપલને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. તાજેતરમાં તેના એક વીડિયોમાં વેરોનિકાએ કહ્યું હતું, 'કૃપા કરીને મારાથી નફરત ન કરો, પરંતુ ખોરાકના રૂપમાં અમારી મદદ કરો. માત્ર ત્યાં સુધી જ્યાં સુધી મારા પેંટિંગનું વેચાણ ન વધી જાઈ. જો કે તે અલગ છે કે તેને વધારે ટીકાઓ મળે છે.

Post a Comment

0 Comments