આઈપીએલ: 100 કરોડની ક્લબમાં જોડાયા આ ખેલાડીઓ, જાણો કોની કેટલી છે આવક, જુઓ સંપૂર્ણ લિસ્ટ

 • આઈપીએલની 14 મી સીરીઝ ફરી એકવાર શરૂ થશે. કોરોનાને કારણે આ સિઝન મધ્યમાં રદ કરવી પડી હતી હવે આઈપીએલ 2021 ફરીથી સપ્ટેમ્બરમાં શરૂ થશે. આ સિઝનમાં બે મોટા ખેલાડીઓ 100 કરોડ ક્લબનો ભાગ બન્યા છે. સીએસકેના સુરેશ રૈના અને એબી ડી વિલિયર્સના નામે આ ઉપલબ્ધિ નોંધાઈ છે. જાણો અન્ય કયા કયા ખેલાડીઓ આ 100 કરોડના ક્લબનો ભાગ છે અને તેઓએ આઈપીએલમાં કેટલી કમાણી કરી છે.
 • એમએસ ધોની
 • ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની આઈપીએલમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે. ગત વર્ષે ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે 3 વખત ટાઇટલ જીત્યું છે. સીએસકે તેને 15 કરોડનો પગાર આપે છે. ધોનીએ આઈપીએલથી અત્યાર સુધીમાં 137 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને આવું કરનાર તે પહેલો ખેલાડી છે.
 • રોહિત શર્મા
 • મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન છે. 2019 ની આઈપીએલ જીતતાં જ તેણે રેકોર્ડ 5 ટાઇટલ પ્રાપ્ત કરી લીધા હતા. આ યાદીમાં રોહિત બીજા નંબરે છે. આઈપીએલથી તેની કમાણી અત્યાર સુધીમાં 131 કરોડથી વધુની થઈ ગઈ છે.
 • વિરાટ કોહલી
 • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે. આઈપીએલની આ શ્રેણી પછી તે રોહિત અને ધોનીની સાથે 130 કરોડના ક્લબમાં જોડાશે. અત્યાર સુધી વિરાટની આઈપીએલમાંથી કમાણી 126.6 કરોડ છે. તેનો પગાર 17 કરોડ રૂપિયા છે.
 • સુરેશ રૈના
 • ચેન્નઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાએ સીઝન 2021 માં 100 ક્લબમાં સામેલ થનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. તેમનો પગાર 11 કરોડ છે અને અત્યાર સુધીમાં તેણે 99.7 કરોડની કમાણી કરી હતી પરંતુ તે આઈપીએલ 2021 માં 100 માં જોડાયો છે.
 • એબી ડીવિલિયર્સ
 • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો એબી ડી વિલિયર્સ 100 ક્લબમાં સામેલ થનાર પહેલો વિદેશી ખેલાડી છે. તેમનો પગાર 11 કરોડ રૂપિયા છે અને તે આઈપીએલ 2021 સીઝનમાં આ ક્લબમાં જોડાયો છે. આ શ્રેણીના અંતે તેની કમાણી 102.51 થશે.

Post a Comment

0 Comments